News of Thursday, 8th March 2018

ધરમનગર કવાટર પાસે આહીર યુવાન પર હુમલો કરનારા પાંચ પકડાયા

સાગર ગમારા, રાજુ મુંધવા, શૈલેષ ગમરા, લાલો ઉર્ફે કરમણ ગમારા અને રાહુલ મેરીયાની ધરપકડ

રાજકોટ તા. ૮: ધરમનગર કવાર્ટર આર.એમ.સી. હોલ પાસે આહિર યુવાન ઉપર હુમલો કરનારા પાંચ શખ્સોની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ શાસ્ત્રીનગર શેરી નં. ૭ માં રહેતા મહેશ વિક્રમભાઇ ચાવડાને ગત તા. ૩/૩ ના રોજ શાસ્ત્રીનગર-૩ માં રહેતો સાગર ગોવિંદ ગમારા સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી સાગર, રાજુ, વિપુલ અને ચાર અજાણ્યા શખ્સોફ સહિતે ધરમનગર કવાર્ટર પાસે આર.એમ.સી. હોલ નીચે પાનની દુકાન પાસે મહેશને ગાળો આપી લોખંડના પાઇપ તથા ધોકાથી મારમારી હાથ તથા પગમાં ઇજા કરી હતી અને મહેશની ઇકો કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. આ બનાવમાં પીએસઆઇ પી. એ. ગલોહેલ અને રાઇટર બોઘાભાઇ સહિતે રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં. ૩નો સાગર ગોવિંદ ગમારા (ઉ.વ. રર), રૈયા ગામનો રાજુ દેવાભાઇ મુંધવા (ઉ.વ. ર૭), દ્વારકાધીશ પેટ્રોલ પંપની પાછળ મફતીયાપરાનો શૈલેષ બટુકભાઇ ગમારા (ઉ.ર૦), રૈયાધાર ઇન્દીરાનગર મફતીયાપરાનો લાલો ઉર્ફે કરમણ બાબુભાઇ ગમારા (ઉ.વ. ૧૮) અને રૈયા ગામનો રાહુલ  વીરજીભાઇ મેરીયા (ઉ.વ. ર૧) ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(4:22 pm IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST