Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ધો.૧૦-૧૨ ના પરીક્ષાર્થીઓને વિદાય શુભેચ્છા

 સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનોે શુભેચ્છા આપવાનો એક કાર્યક્રમ શાળાના મધ્યસ્થ ખંડમાં યોજવામાં આવેલ. અતિથિ તરીકે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા, રાજય શિક્ષણ વિભાગના પૂર્વ સંયુકત શિક્ષણ સચિવ વી. બી. ભેંસદડીયાએ ઉપસ્થિત રહી પ્રેરક વકતવ્ય આપેલ. સંસ્થાના સંસ્થાપિકા શ્રીમતી ઉષાબેન જાની, આચાર્યશ્રી દીપકભાઇ જોશીએ પ્રાસંગીક પ્રવચન કરી શુભેચ્છાઓ આપી હતી. આ દિક્ષાંત સમારોહમાં ધો.૧૦ અને ૧૨ ના આ શાળામાંથી વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓએ સરસ્વતી વંદના કરી ગુરૂજનોના આશીર્વાદ લીધા હતા. શાળાના શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇએ જીવનમાં પ્રેરણારૂપ બની રહે તેવા પુસ્તકોની ભેટ વિદ્યાર્થીઓને આપી હતી.

(4:20 pm IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST