Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું શનિવારે સન્માન

ખોડલ મહિલા સમિતિ દ્વારા મહિલા દિન નિમિતે વિશિષ્ટ કાર્યક્રમ : અનારબેન પટેલ, ધ્રુતિ બાબરીયા સહિતના મહિલાઓને ફુલડે વધાવાશે

રાજકોટ, તા. ૮ : ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આગામી શનિવારે જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને પ્રમુખ પરેશભાઈ ગજેરા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

ખોડલધામ ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ મહિલા યુવા સમિતિ દ્વારા આગામી ૧૦ના શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યાથી સરદાર પટેલ ભવન પહેલો માળ એ.સી. હોલ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી મવડી પ્લોટ રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ૨૦ વર્ષથી સશકિતકરણ અને ગરીબ બાળકોને શિક્ષણ માટે કામ કરતા અનારબેન પટેલ, બિઝનેસ વુમન અને પટેલ એન્જીનિયરીંગ લીમીટેડના ડેપ્યુટી ડાયરેકટર અને કુંવરજી મુળજી કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ૨૦૧૪માં બેસ્ટ વુમનનો એવોર્ડ મેળવનાર ધૃતિ બાબરીયા, ટેસ્ટ ટ્યુબ બેબીમાં પીએચડીની ડીગ્રી મેળવનાર અને હાલમાં લેબમાં સીનીયર રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે કામ કરતા ધૃતિ બાબરીયા, એરોનોટીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરી એર ક્રાફટ મેન્ટેનન્સ એન્જીનિયર પાયલોટ તરીકે છેલ્લા ૯ વર્ષથી કાર્યરત સરસ્વતી દેસાઈ, ૯ વર્ષની ઉંમરથી ગાયન ક્ષેત્રમાં સક્રિય યોગીતા પટેલ, ફેશન ડિઝાઈનર યેશા સોરઠીયા, ૪૦ વર્ષથી ઈનડોર - આઉટડોર ફોટોગ્રાફી કરનાર જયાબેન હિરાણી, લેખક નીતાબેન સોજીત્રા, ઈન્ટર નેશનલ કક્ષાએ એશિયન મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ ભારતીય ટીમમાં પસંદગી પામેલા ભાવનાબેન ખોયાણી, ૧૭ વર્ષની વયે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કુચીપુડી ડાન્સ ફોર્મમાં નામ નોંધાવનાર નૃત્યાંગના ધ્રુવા તોગડીયા, અનેક યોગા સ્પર્ધામાં ભાગ લેનાર નિલમ સુતરીયા અને સ્પીકર મનીષાબેન દુધાતનું સન્માન કરવામાં આવશે.

ઉપરોકત તસ્વીરમાં ખોડલધામ ટ્રસ્ટ - રાજકોટની યુવા ટીમ રિદ્ધિ ટોપીયા, ધારા રામાણી, નિરાલી વોરા, રાધિકા સીયાણી, નીરાલી સગપરીયા, ભાવિકા લીંબાસીયા, જયોત્સના ટીલાળા, સુમિતા કાપડીયા, પ્રિયંકા ગોંડલીયા, ખુશાલી પટેલ, હેમાક્ષી સાકરીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:16 pm IST)
  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST