Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સામાકાંઠે આરોગ્યલક્ષી ઝુંબેશની સમીક્ષા કરતા ચેરમેન મનીષ રાડિયા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રોગચાળા અટકાયતીના સઘન પગલાં લેવા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ રાડીયાના અધ્યક્ષ સ્થાને પૂર્વ ઝોન, મીટીંગ હોલ ખાતે રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં પૂર્વ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, પૂર્વ ઝોન હેઠળના આઠ આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ, આર.બી.એસ.કે. ટીમનો તમામ સ્ટાફ મીટીંગમાં હાજર રહેલ તે વખતની તસ્વીર. આ મીટીંગમાં આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી રાડીયા દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ, સુવિધાઓ તથા દરેક સ્ટાફની વ્યકિતગત કામગીરી વિષે રીવ્યુ કરવામાં આવેલ. આ તકે આરોગ્ય કેન્દ્ર્રમાં આવતા દર્દીઓને વધુ સારી સમસ્યારહિત સેવાઓ મળી રહે. ગુણવતાસભર આરોગ્ય સેવાઓ વધુ સંવેદનશીલ બને તેવા બહુમુલ્ય પ્રયાસો કરવા માટે માર્ગદર્શન શ્રી રાડિયાએ આપ્યું હતું. વધુમાં શ્રી રાડીયા દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ દવાઓની માહિતી, જુદી જુદી આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી, ડેટા એન્ટ્રી, આરોગ્ય કેન્દ્રમાં ઉદભવતી સમસ્યાઓને ધ્યાને લઈ તુરંત કાર્યવાહી કરવા તમામ સ્ટાફને સુચના આપેલ છે.

(4:14 pm IST)