Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વન-ડે-વન વોર્ડ સફાઇ ઝૂંબેશને અધિકારીઓએ નર્યું નાટક બનાવી દીધુઃ જયમીન ઠાકરનો આક્રોશ

સ્વચ્છ સર્વેક્ષણ વખતે જ તંત્રની ઘોર બેદરકારી : પદાધિકારીઓ હાજર હોય ત્યાં સુધીજ સફાઇ કરાવી બાદમાં સૌ ભાગી જાય છેઃ વોર્ડ નં.રમાં ખૂલ્લા પ્લોટમાં ગંદકીના ગંજ યથાવતઃ જવાબદારો સામે કડક પગલા લેવા મ્યુ.કમિશનરને રજુઆત કરતા સમાજ કલ્યાણ સમીતી ચેરમેન

રાજકોટ તા. ૮ : મ્યુ.કોર્પોરેશન દ્વારા ઉનાળામાં રોગચાળો વકરે નહી તે માટે આરોગ્ય લક્ષી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વોર્ડ નં.૧ અને રમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં અધિકારીઓએ બેદરકારી દાખવતા આ ઝૂંબેશ નર્યુ નાટક બની રહ્યાનો આક્ષેપ વોર્ડ નં.રમાં કોર્પોરેટર ત્થા સમાજ કલ્યાણ સમીતી ચેરમેન જયમીન ઠાકરે કર્યો છે. અને આ અંગે બેદરકાર અધિકારીઓના નામ સાથે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીને વિસ્તૃત રજુઆત કરી હતી.

આ રજુઆતમાં જયમીનભાઇએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વનડે-વન વોર્ડ' ખુલ્લા પ્રાઇવેટ, ખુલ્લી જગ્યામાં જે સફાઇ અભિયાન શરૂ કરવામાં આવેલ છે જે ખુબ સારી વાત છે પરંતુ મારી જાણમાં આવ્યા મુજબ આ અભિયાન દરમ્યાન વોર્ડ નં.૧, અને રમાં માત્ર અડધો દિવસ સફાઇની કામગીરી થાય છ.ેસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર વી.એમ.જીંજાળાને ખુલ્લા પ્લોટ સફાઇ કરવા અંગે રૂબરૂ અને ટેલીફોનીક જાણ કરવામાં આવેલ પરંતુ તેઓએ જવાબદાર કોર્પોરેટરને ગેરમાર્ગે દોરી, ખુલ્લા પ્લોટમાં સફાઇ કરી નથી જે અંગેના આધાર પુરાવા છે.વોર્ડ નં. રમાં શ્રીજીનગર શેરી નં.૬, રામેશ્વર ચોકમાં આવેલ છે જયા એક પ્રાઇવેટ પ્લેટ છ.ે જીજાળાને રૂબરૂ તે પ્લોટનું રૂબરૂ નિરીક્ષણ કરાવેલ ત્યારે તેઓએ જણાવેલ કે આ પ્લોટની સફાઇ તંત્ર દ્વારા કરાવી નાખશું પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પ્લોટમાં આજદિન સુધી સફાઇ કરવામાં આવેલ નથી. આ પ્રકારે વોર્ડ નં.ર ની ૧૦ થી વધુ ખુલ્લી જગ્યાઓ પ્લોટની સફાઇ કરવા વારંવાર સુચના આપવા છતા સફાઇ કરવામાં આવેલ નથી.

અંતમાંં જયમીનભાઇએ જણાવ્યું હતું કે આ 'વન ડે વન વોર્ડ' અભિયાન અંતર્ગત રાજકોટના ૧૮ વોર્ડ વિસ્તારોમાં આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે માંગણી છે કે કમિશનરશ્રી દ્વારા આ સફાઇ અભિયાનનુ ચુસ્તપણે મોનીટરીંગ થાય અને રાજકોટ શહેરના ૧૮ વોર્ડના કોર્પોરેટરઓની લેખિત અને મૌખિક સુચનાનું સંબંધિત અધિકારીઓ દ્વારા પાલન કરવામાં આવે તેમજ પ્રજાના પ્રતિનિધિઓ એવા કોર્પોરેટર સાથે જાહેર તંત્રના અધિકારીઓ પોતાનું વર્તન તથા વ્યવહાર સારા રાખે તે માટે સુચના આપવામાં આવે તેવી માંગણી છ.ે

(4:13 pm IST)