Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સરકારી યોજનાઓનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે પ્રકારે આયોજન કરોઃ પીવાના પાણી અંગે ખાસ તકેદારીનો આદેશ

પ્રભારી સચિવ રાજકોટમાં: કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકઃ ૩૧ જૂલાઇ સુધી જિલ્લાને પાણી સમસ્યા નહિ નડે

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લામાં રાજય સરકારી ફલેગશીપ યોજનાના અમલીકરણ અને પ્રગતિની પ્રભારી સચિવ શ્રી હારિત શુકલએ સમીક્ષા કરી હતી. ખાસ કરીને આગામી ઉનાળામાં રાજકોટ શહેર અને જિલ્લાને પીવાના પાણીની કોઇ તકલીફ ના પડે તેના આગોતરા આયોજનની જાણકારી પણ તેમણે મેળવી હતી.

રાજય સરકારીની વિવિધ કચેરીઓના વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકના પ્રારંભે કલેકટર ડો. વિક્રાંત પાંડે અને અધિક પોલીસ કમિશનર શ્રી ભટ્ટે પ્રભારી સચિવશ્રીનું સ્વાગત કર્યું હતું અને બાદમાં યોજનાકીય બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.ઙ્ગઙ્ગ

શ્રી શુકલાએ જણાવ્યું કે રાજય સરકાર આરોગ્ય અને પોષણનીઙ્ગ બાબતને અગ્રતા આપી રહી છે. સરકારના દિશાનિર્દેશ પ્રમાણે સૌએ લોકકલ્યાણ માટે સારી રીતે કામગીરી કરવાની છે. ગુજરાતમાં વિકાસના ભૌતિક કાર્યો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે. હવે, સામાજિક વિકાસની બાબતોને રાજય સરકાર અગ્રતા આપી રહી છે. તેથી, તેમાં આરોગ્ય અને પોષણની બાબતો ખાસ લક્ષ્યમાં લેવામાં આવે છે. ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવા માટે રાજયકક્ષાએ એક ટાસ્ક ફોર્સ કમિટિની રચના કરવામાં આવી છે. જે યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેની અઠવાડિક સમીક્ષા કરવામાં આવે છે.

પ્રભારી સચિવશ્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં હવે તો રાજયનું રેન્કિંગ કરવામાં આવે છે. તેની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને સરળતાથી અને મહત્ત્।મ રીતે મળે એ રીતે આયોજન કરવા પડશે. વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. એટલે, નિયમિત કામગીરીની પ્રગતિમાં ગતિ લાવવી પડશે.

પાછલા ચોમાસામાં વરસાદ ઓછો પડવાના કારણે આ ઉનાળામાં પીવાના પાણીની અછત ન સર્જાય એ માટે રાજકોટ જિલ્લામાં ઘડી કાઢવામાં આવેલા માસ્ટર પ્લાનની શ્રી શુકલએ સમીક્ષા કરી હતી. જેમાં એવી વિગતો રજૂ કરવામાં આવી હતી કે રાજકોટના ૫૭૨ ગામો અને ૧૫ શહેરોની કૂલ ૩૦.૦૬ લાખ વસતીને ૨૦ જેટલી વિવિધ યોજનાઓને આધારે પીવાનું પાણી આપવામાં આવે છે. ૪૪૪ ગામોને નર્મદા આધારિત પાઇપ લાઇનથી પાણી આપવામાં આવે છે. નર્મદા અને મહિનું પાણી ૨૬૬ ગામોને મળે છે. ડેમ, બોર અને કૂવાના  સ્ત્રોતના આધારે ૧૦૨ તથા સ્થાનિક  સ્ત્રોતમાંથી પાણી મેળવતા ગામોને સંખ્યા ૨૦૪ છે. ૮ શહેરોને નર્મદા અને મહિ તથા ૭ શહેરોને ડેમ આધારિત યોજનામાંથી પાણી આપવામાં આવે છે.

૩૧ જુલાઇ સુધી રાજકોટ જિલ્લાને પીવાના પાણીની કોઇ સમસ્યા નડશે નહીં. એ બાદ જયાં જરૂર પડશે ત્યાં ટેન્કરથી પાણી આપવામાં આવશે. ટેન્કરના ભાવો મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ફાળવણીની સત્ત્।ા નાયબ કલેકટરશ્રીને આપવામાં આવી છે.

આ બેઠકમાં આરોગ્ય, પુરવઠા, ગ્રામ વિકાસ, માર્ગ અને મકાન, સંકલિત બાળ વિકાસ, કૃષિની યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી હર્ષદ વોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)
  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST