Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જૈન સમાજ માટે રવિવારે મા અમૃતમ કાર્ડ કેમ્પનું આયોજન

સ્થા.જૈન મોટા સંઘ ખાતે કોર્પોરેશનના સહયોગથી જૈન સમાજ સાધર્મિક સહાયક સમિતિ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા : અંજલીબેન રૂપાણીના હસ્તે કેમ્પનું ઉદ્ઘાટનઃ ૭૦૦ જેટલા જૈનોને કાર્ડ અપાશે

રાજકોટ,તા.૮: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના ના કાર્ડ બનાવી આપવામાં આવે છે. સરકારશ્રી તરફથી જે યોજનાઓ જાહેર થાય છે તેના લાભ જૈન સમાજના જરૂરીયાતમંદ લોકોને પણ મળે તેવા શુભ આશ્યથી જૈન સમાજ સાધર્મિક સહાયક સમિતિના રમેશભાઈ દોમડીયા, હેમાબેન પારસભાઈ મોદી,દીપાબેન શાહ, મનોજભાઈ ડેલીવાળા વગેરે અગ્રણીઓએ કોર્પોરેશનના પદાધિકારીઓને  કેમ્પ  નું આયોજન કરવાની રજુઆત કરતાં આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ  કોર્પોરેશન તરફથી તમામ પ્રકારની સહકારની ખાતરી આપેલ.મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ  આગામી કેમ્પ મોટા સંઘમાં યોજાઈ તેવી ભાવના વ્યકત કરી હતી.

 આ યોજના અંતર્ગત રવિવાર  તા.૧૧ નારોજ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધ શાળા ખાતે લગભગ ૧૭૫ પરીવારોને એટલે કે અંદાજિત ૭૦૦ સદ્સ્યોને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ કોર્પોરેશન દ્વારા સ્થળ ઉપર જ બનાવી આપવામાં આવશે. લાભાર્થીઓમાં જૈન મોટા સંઘ,ગોંડલ રોડ વેસ્ટ,મણિયાર દેરાસર,માંડવી ચોક દેરાસર,મનહર પ્લોટ, ભકિતનગર,સરિતા વિહાર,જૈન ચાલ વગેરે વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે.જેઓએ ફોર્મ ભરી જરૂરી વિગત સાથે ફોર્મ રજૂ કરેલ છે તેઓને કાર્ડ કાઢી આપવામાં આવશે.

જૈન સમાજ સહાયક સમિતિ દ્રારા હવે પછી અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. સરકાર તથા સરકારી સંસ્થાઓ દ્રારા જે કોઈ લાભ મળવા પ્રાપ્ત થાય છે તે જૈન સમાજના જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે આ સમિતિ પ્રયત્નશીલ છે. મોટા સંઘ ખાતે આયોજિત કેમ્પમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી કાર્યક્રમનું ઉદઘાટન કરશે.શ્રીમતિ અંજલિબેન રૂપાણી તથા અન્ય મહાનુભાવોના વરદ્ હસ્તે કાર્ડ ધારકોને મા અમૃતમ કાર્ડ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તથા નવ નિયુકત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દંડક  રાજુભાઈ અઘેરા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા ,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,વોર્ડ નં.૭ ના કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, અજયભાઈ પરમાર, હીરલબેન મહેતા,  મીનાબેન પારેખ, એડીશનલ કલેકટર હર્ષદભાઈ વોરા તથા રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ  ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈશ્વરભાઈ દોશી, શશીભાઈ વોરા, કૌશીકભાઈ વિરાણી, હિતેશભાઈ બાટવીયા, સતિષભાઈ બાટવીયા સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ સહિત કારોબારી સદ્સ્યો  જહેમત ઉઠાવી રહેલ છે તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘની યાદિમાં જણાવાયું છે.

(3:57 pm IST)
  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST