Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કાલે અમૃત ઘાયલ ગઝલોત્સવ

ઘાયલે ૯ માર્ચ ૧૯૩૯ ના પહેલી ગઝલ કહેલ તેની સ્મૃતિમાં

રાજકોટ તા. 'મીર એ મુસાયરા' અમૃત ઘાયલે તા. ૯ માર્ચ ૧૯૩૯ ના દીવસે પ્રથમ ગઝલ કહી તેની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે કાલે તા. ૯ ના શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં અમૃત ઘાયલ ગઝલોત્સવનું આયોજન કરાયુ છે. શૈલેષભાઇ પંડયાના સ્વરનિયોજનમાં કૃષ્ણ જાની અને ઉર્વશી પંડયા પોતાના મખમલી અવાજમાં શ્રોતાઓને ગઝલના ભાવવિષ્વમાં વિહાર કરાવશે. નિલેશ ભટ્ટ અને વનિતાબેન રાઠોડ 'ઘાયલ' ની ગઝલો રજુ કરશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત અને અતિથિ વિશેષ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, ફીડેન્સીઅર કન્સેપ્ટસ ડીરેકટર સાહીલભાઇ પંડયા, પ્રવિણ પુસ્તક ભંડારના ગોપાલભાઇ માકડીયા, ધ સ્કુલ ઓફ સાયન્સના ટ્રસ્ટી વિપુલભાઇ પાનેલીયા, ઔ.ખરેડી બ્રહ્મસમાજના  પ્રમુખ મયુરભાઇ મહેતા, બાર એસો.ના પૂર્વ સંજયભાઇ વ્યાસ ઉપસ્થિત રહેશ. સમગ્ર કાર્યક્રમનું સંકલન અમિતભાઇ વ્યાસ અને અફસાના પરાસરા કરશે. તેમ અમૃત ઘાયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ નિલેશ ભટ્ટ (મો.૯૪૦૮૦ ૬૭૦૩૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)