News of Thursday, 8th March 2018

વી કેન ગ્રુપ અને વીવાયઓ દ્વારા રાજકોટ સુપર મોમ ૨૦૧૮ : બહેનોએ ફોર્મ ભરી દેવા

દરેક સ્પર્ધકને સ્યોર ગીફટ : કાર્યક્રમ નિહાળવા ફ્રી એન્ટ્રી

રાજકોટ, તા. ૮ : શહેરના બહેનોની લાગણીને માન આપીને તા.૧૨ માર્ચના રોજ સાંજે ૬ વાગ્યાથી અમૃત સાગર પાર્ટી પ્લોટ સાંજે કિચન કિવન મોમ, વેલગ્રુમ્ડ સ્પર્ધા યોજાશે. જેમાં બહેનોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જેમાં રાજકોટમાં સૌપ્રથમ વખત રાજકોટની મહિલાઓને સૌપ્રથમ એકસાથે ૬ મહિલા સુપ્રસિદ્ધ હસ્તીઓને મળવાનો મોકો મળશે. જેમાં મિસીસ ઈન્ડિયા નીયા સીંગ, મિસ ઈન્ડિયા ફાઈનલીસ્ટ મિલન જોધા, મિસ ગુજરાત વિધિ ગજ્જર, ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ રાઈટર, ડાયરેકટર અનુપમા મજમુદાર હાજર રહેશે. વિજેતા બહેનોને ગોલ્ડ સેટ, ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશીંગ મશીન, ડાઈનીંગ ટેબલ જેવા લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ અને શ્યોર ગીફટ આપવામાં આવશે.

બહેનો આ કાર્યક્રમને નિહાળી શકે એ માટે રાજકોટના વુમન્સ કલબ, મહિલા મંડળો માટે ખાસ એન્ટ્રીની વ્યવસ્થા કરેલ છે. જે તા. ૧૦ સુધીમાં મેળવી લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મો. ૮૪૦૧૮ ૯૭૬૦૬, ૭૩૮૩૮ ૨૫૦૫૦, ૯૮૭૯૬ ૩૦૭૩૬ ઉપર સંપર્ક કરવો.

રાજકોટ સુપર મોમ ૨૦૧૮ સ્પર્ધાના ફોર્મ મેળવવાનું સ્થળ સત્યમ માર્ટ : ૬ રોયલ પાર્ક, દીવા હોસ્પિટલની સામે, યુનિ. રોડ, આત્મન : સ્કીન કેર, એચપી પેટ્રોલપંપની બાજુમાં, યુનિ. રોડ, રાજસ્થાન હેન્ડલૂમ : સાંગણવા ચોક, મેડી સર્જ : સમૃદ્ધ આર્કેડ, ઓમનગર ચોક, બાલાજી હોલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગીતાંજલી વિદ્યા સંકુલ : ૨ તિરૂપતિનગર, પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નિર્મલા રોડ, રાજકોટ, ફિસ્તીકા એકેડમી - શાલીભદ્ર આર્કેડ, ઓમનગર ચોક, બાલાજી હોલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, બ્લેસ હોસ્પિટલ : નવજયોત પાર્ક, ગીરીરાજ હોસ્પિટલ વાળી શેરી, દેશી દુકાન : ટી - શર્ટ, લોન્જ, ક્રિસ્ટલ મોલ, ગ્રાઉન્ડ ફલોર, બુક પોસ્ટ : યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક નજીક, મયુર ભજીયા પાસે, રાધે મોબાઈલઃ ગુરૂપ્રસાદ ચોક, આરએમસી કોમ્પલેક્ષ શોપ નં. ૨૭ ફોર્મ પરત કરવાનું સ્થળ : સતનામ હોસ્પિટલ - કસ્તુરી એપાર્ટમેન્ટની સામે અક્ષર માર્ગ - કાલાવડ રોડ.

(3:55 pm IST)
  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST