Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

એક બહેન, એક દિકરી, એક પત્ની એક સ્ત્રી જ આપી શકે

'વુમેન્સ ડે' એટલે સ્ત્રીઓનો દિવસ નારીશકિતને બિરદાવવાનો દિવસ એક સ્ત્રી બધુ જ કરી શકે છે અને આજના જમાનામાં તો કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જયાં સ્ત્રીએ નામના કર્યું હોય. મધર ટેરેસા, ઈંદિરા ગાંધી, કિરણ બેદી, લત્તા મંગેશકર, સોનિયા મિર્ઝા આ બધાએ પોતાના કાર્યક્ષેત્રમાં અતિશય મહેનત કરીને એક મુકામ હાંસિલ કર્યો છે. જે કોઈપણ માટે ''રોલ- મોડેલ'' ગણી શકાય. આ લીસ્ટ તો ઘણું બધું લાંબુ છે. પરંતુ આ લીસ્ટની બહાર જઈને જોઈએ તો પણ તમને પ્રેરણા તો મળશે જ... એક નાનકડી પણ જવાબદારીઓનાં બોજથી મોટી બની ગયેલી બહેન પોતાના નાના ભાઈ-બહેનોને સારું જીવન આપવાં માટે પોતાના બાળપણનું બલિદાન આપે છે અને કામે લાગી જાય છે. એક દિકરી જેનાં જોયેલાં સપનાને આપણે મજાક ગણીને ઈગ્નોર કર્યા છે, ફકત એટલાં જ માટે કે એ એક દિકરી છે..?? જેને સપનાં જોતા ંપહેલાં પણ સતતએ યાદ રાખવું પડે છે કે પોતે એક દિકરી છે.

લાડકોડથી મોટી થયેલી ''પાપાની પ્રીન્સેસ'', પોતાની જ દુનિયામાં રહેતી દિકરી લગ્ન પછી તરત જ બીજાની દુનિયાને પોતાની બનાવવામાં ખુદની ઓળખને જ ગુમાવી દે છે. એકમાં જે પોતાનાં સંતાનોની તમામ ઈચ્છાઓને પુરી કરવા માટે આખી જીંદગી અથાગ પરિશ્રમ કરે છે, દિવસ- રાત કાંઈ જ જોયા વિના આપણાં કરતાં પણ આપણી વધુ ચિંતા કરે છે અને કાળજી લે છે. એક દાદી કે નાની જે પોતાનું પ્રતિબિંબ તમારામાં જોતા હોય છે, તમારી ખુશી પર જ એમની ખુશીઓનો આધાર રહેલો હોય છે. આ બધાં જ લોકોએ મહેનત તો અતિશય કરી છે અને બલિદાનો પણ અસંખ્ય આપ્યાં છે અને સૌથી મોટું બલિદાન આપ્યું છે એ પોતાનાં સપનાંઓનું, ઈચ્છાઓનું ફકતને ફકત આપણી ખુશીઓ માટે આ બધાં જ નામ આપણને મોસ્ટ ઈન્સ્પીરેસ્નલ વુમેન્સની યાદીમાં જોવાં નહીં મળે અને એટલે જ કદાચ આપણે આ બધાં લોકોને પ્રેરણાદાયીના ગણતાં હોઈએ અને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' જ લેતા હોઈએ કારણ કે આપણું મગજ તો ''ગુગલ'' ચલાવે છે ને !! ભુલથી પણ કોઈ સારો અને સાચો વિચાર આવી જાય તો પણ એ વિચાર ખરેખર સારો જ છે. તે જાણવા માટે પણ આપણે તો ''ગુગલ'' નું કન્ફમર્ફેશન જોઈએ જ...

આજનાં દિવસે આપણે આપણી વ્યસ્ત  જિંદગીમાંથી થોડો સમય કાઢીને આપણી માં અને વડિલોની બાજુમાં બેસીને એમની નાની-નાની ખુશીઓ જાણવાનો પ્રયાસ તો કરીએ, આપણો આ નાનકડો પ્રયત્ન અને એમને આપેલો આ થોડો સમય જ કદાચ એમનાં માટે એક ખુશીનું કારણ બની જાય અને એમને એમની જીંદગીનાં બાકીનાં વર્ષો પુરાં કરવાનું નહીં પરંતુ જીવનાનું મન થાય... એક પત્ની જેનાં પોતાના સપનાઓ બધી જ જવાબદારીઓ વચ્ચે કયાંક ખોવાઈ જ ગયાં છે એ શોધવાનો પ્રયત્ન કરી એ અને તેને પુરાં કરવામાં સાથ આપીએ જેવી રીતે તે આપણને આપે છે. એક બહેન કે જેણે પોતાનું બાળપણ ફકત આપણાં માટે જ જતું કર્યું છે. એને એકવાર મદદ કરીએ એનાં આજને વધુ રંગીન બનાવવામાં જેવી એની અધુરી ઈચ્છાઓ અને વીતી ગયેલાં બાળપણની ભરપાઈ કર્યાનો થોડો તો સંતોષ થાય. એક દિકરી જેને જાણતાં અજાણતાં આપણે જોઈએ એટલું મહત્વ નથી આપ્યું. તેને આગળ વધવાની હિમ્મત અને આત્મવિશ્વાસ આપીએ જેથી તે ધારેલ મુકામ પર પહોંચી શકે.

એક બહેન, એક દિકરી, એક પત્ની, એક મા અનેક રૂપમાં અલગ- અલગ બલિદાનો એક સ્ત્રી જ આપી શકે. તો આ નારીશકિત ને જેટલું બિરદાવીએ એટલું ઓછું છે. નારીશકિતનું સન્માન તો રોજ થવું જ જોઈએ પણ આપણે આપણી લાઈફમાં એટલાં વ્યસ્ત છીએ કે કોઈપણ વ્યકિત કે વસ્તુનું મહત્વ સમજવા માટે પણ આપણે એક 'સ્પેશિયલ ડે'ની જરૂર પડે છે. તો ચાલો આજનાં દિવસે સૌ સાથે મળીને આપણાં જીવનને સાર્થક બનાવનારી અને પડદાં પાછળ રહીને પ્રેરણા આપનારી દરેક સ્ત્રીને વંદન કરીએ અને આજે એક પ્રોમિસ કરીએ પોતાની જાત સાથે કે આ બધી જ સ્ત્રીઓ જેને આપણાં માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે કાંઈ જ આશા રાખ્યાં વિના તેમને એક દિવસ પુરતું નહીં પણ આખી જીંદગી મહત્વ આપીશું અને તેમની તમામ ઈચ્છાઓ પુરી કરવાનો પ્રયત્ન કરીશું.

રિધ્ધી ખખ્ખર

સી.એ. (મો.૯૬૩૮૯ ૦૧૧૧૪)

(3:52 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST