News of Thursday, 8th March 2018

બેંક કર્મચારી જગદીશભાઇ દવેનું ચક્કર આવ્યા બાદ મોત

ભીડભંજન સોસાયટીના બ્રાહ્મણ પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં 'માતૃઆશિષ' ખાતે રહેતાં અને બેંક ઓફ ઇન્ડિયાની મેટોડા બ્રાંચમાં ફરજ બજાવતાં જગદીશભાઇ શાંતિલાલ દવે (બ્રાહ્મણ) (ઉ.૫૯)નેરાત્રે અગિયારેક વાગ્યે ઘરે હતાં ત્યારે ચક્કર આવતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

 

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરાઇ હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સાથી કર્મચારીઓ અને સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૬)

(10:35 am IST)
  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST