News of Thursday, 8th March 2018

પિત્તાશયની પથરી અને માનસિક તકલીફથી કંટાળીને વૃધ્ધાએ ઝેર પી આત્મહત્યા કરી

સોરઠીયા પ્લોટમાં બનાવઃ કારીબેન વણકરે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૮: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટ-૫માં રહેતાં કારીબેન વીરજીભાઇ ગર (ઉ.૬૫) નામના વણકર વૃધ્ધાએ રાત્રે એક વાગ્યે કપાસમાં છાંટવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

 

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. કોડીયાતર અને રાઇટર હિરેનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કારીબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પતિ વિરજીભાઇ નિવૃત જીવન ગાળે છે. કારીબેનને પિત્તાશયમાં પથરી હતી તેનો દુઃખાવો સહન થતો નહોતો અને માનસિક રીતે પણ તેઓ અસ્વસ્થ થઇ ગયા હતાં. આ કારણે કંટાળી જઇ આત્મહત્યા કરી લીધાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

 

(10:35 am IST)
  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST