Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજકોટના એસટી બસ સ્ટેન્ડ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ ભભૂકી :લોકોમાં અફરાતફરીનો માહોલ

આગના કારણે મોટાભાગની સામગ્રીને બળીને ખાખ:લિફ્ટમાં પણ આગ પ્રસરી જતાં રહેલું વાયરિંગ પણ બળીને ખાખ થઈ ગયું

રાજકોટ:  શહેરના મધ્યમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ લાગતા થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચોથા માળે હોટલ સ્ટાફ રહેતો હોય સ્ટાફ રૂમમાં કોઈ કારણોસર આગ લાગી હતી. અને એ આગ પાંચમાં માળ સુધી પહોંચી હતી. આગના કારણે મોટાભાગની સામગ્રીને બળીને ખાખ થઈ ગઈ હતી. લિફ્ટમાં પણ આગ પ્રસરી જતાં રહેલું વાયરિંગ પણ બળીને ખાખ થઈ ગયું હતુ.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના એસટી બસ સ્ટેશનના પાંચમા માળે કોઇ કારણોસર 4 વાગ્યાની આસપાસ આગની ઘટના સામે આવી હતી. આગ પાંચમાં માળે લાગ્યા બાદ ચોથા માળ સુધી પહોંચી હતી અને લિફ્ટની આજુબાજુમાં રહેલું વાયરિંગ અને આજુબાજુમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે

એસટી બસ સ્ટેન્ડના સિક્યુરિટીના કારણે કોઈ જાનહાનિ થઈ નહતી. સનશાઇન હોટલનાં ચોથા માળે આવેલ સ્ટાફ રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વાયરિંગમાં શોર્ટ સર્કીટ થતાં આગ લાગ્યાનું અનુમાન છે.

(9:57 pm IST)