Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

કમિશ્‍નરે સુચવેલ બજેટમાં ૩૯.૨૫ કરોડ જેટલો કદ વધારો : શાસકોએ ૬૦.૩૯ કરોડનો કરબોજ ફગાવ્‍યો

જંત્રીના દરમાં વધારો થતા FSIની આવકમાં ૧૦૦ કરોડ વધારાયાઃ ટેક્‍સની આવકનો લક્ષ્યાંક ૪૧૦ કરોડ તથા જમીન વેંચાણની આવકનો ૪૦૦ કરોડનો ટાર્ગેટ

રાજકોટ,તા. ૯ : મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમિટીને નવા બજેટની જે દરખાસ્‍ત રજુ કરી હતી. તેમાં સ્‍ટેન્‍ડીંગ કમીટીએ ૩૯.૨૫ કરોડ જેટલી રકમનો ઉમેરો કરી બજેટનું કદ વધાર્યું છે.

સ્‍ટેન્‍ડીંગ કમીટીએ કરેલા સુધારા-વધારા અંગે ચેરમેન પુષ્‍કર પટેલે જણાવ્‍યું હતું કે, કમિશ્‍નરશ્રીએ FSIની આવક ૧૪૦ કરોડની અંદાજી હતી. સરકારે જંત્રીના દરમાં વધારો કરતા આ આવકમાં ૧૦૦ કરોડનો ઉમેરો કરી ૨૪૦ કરોડની આવક અંદાજવામાં આવી છે. તેવી જ રીતે મકાન વેરા વસુલાતથી સ્‍ટેન્‍ડીંગ કમીટીએ ૪૧૦  કરોડની વેરા આવકનો લક્ષ્યાંક નિヘતિ કર્યો છે. જ્‍યારે જમીન વેચાણની આવક ૪૦૦ કરોડની અંદાજી છે. જ્‍યારે મ્‍યુનિ કમિશ્‍નરશ્રીએ બજેટમાં કુલ રૂા. ૧૦૦.૩૬ કરોડના નવા કરવેરા સુચવેલ હતા પરંતુ સ્‍ટેન્‍ડીંગ કમિટિએ નવા કરવેરામાં રૂા. ૬૦.૩૯ કરોડનો ઘટાડો કરી રૂા. ૩૯.૯૭ કરોડના વધારા સાથેનું બજેટ રજુ કર્યું છે.

આમ, કુલ રૂા. ૩૯.૨૫ કરોડ જેટલુ કદ આવક બાજુ વધારાયું છે અને તે મુજબ નવી વિવિધ યોજનાઓ પાછળ ખર્ચની જોગવાઇઓ કરાય છે.

(4:59 pm IST)