Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જેણે જાણ્‍યુ એણે વખાણ્‍યુ : બજેટને વિકાસલક્ષી ગણાવતા ઉદય કાનગડ

વિકાસના કિરણો છેવાડાના વિસ્‍તારો સુધી પ્રકાશ પાથરશે

રાજકોટ,તા. ૯ : મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડીંગ કમીટીએ આજે શહેરના ૨૦૨૩-૨૪ના વર્ષના બજેટને સુધારા-વધારા સાથે બહાલી આપતા ધારાસભ્‍ય ઉદય કાનગડે બજેટને વિકાસલક્ષી ગણાવી સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પુષ્‍કર પટેલ અને સમગ્ર સમિતિએ બિરદાવેલ છે.

ઉદય કાનગડે જણાવેલ કે બજેટ ભાજપની સૌના સાથ, સૌના વિકાસની નીતિનો પડઘો પાડે છે. રાજકોટ દર્શન સીટી બસ સેવા, કોર્પોરેશનની સ્‍કૂલને મોડેલ સ્‍માર્ટ સ્‍કૂલ બનાવવી, પૂર્વ વિસ્‍તાર (સામાકાંઠે) રમતગમતનું મેદાન વિકસાવવું, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાસે ઓવરબ્રિજ નિર્માણ, મોટા મવા સ્‍મશાન પાસે પાર્કીંગની વ્‍યવસ્‍થા કરવી, શહેરમાં વધુ એક કોમ્‍યુનિટી હોલ બનાવવો, રામનવમીએ રામવનમાં બાળકો અને વયોવૃધ્‍ધને વિનામૂલ્‍યે પ્રવેશ, શિક્ષણ સમિતિની શાળાઓનું નવીનીકરણ વગેરે યોજનાઓ આવકાર્ય છે. બજેટથી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

(4:48 pm IST)