Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વહીવટી સુધારણા દ્વારા ૧.૨૫ કરોડની બચત

મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૨માં મિલકતધારકોને સૌપ્રથમ વખત મિલકતવેરા તેમજ પાણી દરના બિલ વોટ્‍સએપ મારફતે મોકલવામાં આવ્‍યા. રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓ માટે શહેરીજનો દ્વારા કુલ ૬,૩૦,૯૧૦ મેસેજ મોકલવામાં આવ્‍યા તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કુલ ૯,૮૬,૧૦૮ વોટ્‍સએપ ટેમ્‍પ્‍લેટ મેસેજ મોકલવામાં આવ્‍યા. શહેરીજનો દ્વારા વોટ્‍સએપ મારફતે રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૭,૪૯૪ ફરિયાદો કરવામાં આવેલ. એકંદરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇનહાઉસ તૈયાર કરી, શરૂ કરવામાં આવેલ વોટ્‍સએપ સેવાને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૧૦૦ લાખ ની બચત થયેલ છે.

મહાનગરપાલિકા દ્વારા ઇનહાઉસ તૈયાર કરવામાં આવેલ ઓ.ટી. પી. આધારિત પબ્‍લીક ગ્રિવન્‍સ રીડ્રેસલ સિસ્‍ટમ પર શહેરીજનો દ્વારા કુલ ૩,૫૬,૩૩૧ ફરિયાદો કરવામાં આવેલ. જેમાંથી ૧,૭૯,૫૨૯ ફરિયાદોનો ઓ.ટી.પી. દ્વારા નિકાલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઓ.ટી.પી. આધારિત પબ્‍લીક ગ્રિવન્‍સ રીડ્રેસલ સિસ્‍ટમને શહેરીજનો દ્વારા ૭૮.૯૬% પોઝીટીવ ફીડબેક મળેલ છે, સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨૫ લાખની બચત થયેલ છે.

(4:45 pm IST)