Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ડિઝાઇનિંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ સ્‍પર્ધા

 પોદાર ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, કોમ્‍પ્‍યુટર તથા પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ પેદા થાય અને તેમને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેના હેતુથી ૩૦ડી ડિઝાઇનિંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ સ્‍પર્ધા - ભવિષ્‍યની અભિકલ્‍પનૉ નામક આંતર શાળા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધાનો ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓમાં ડિઝાઇન માઇન્‍ડસેટ, કોમ્‍પ્‍યુટેશનલ થિંકિંગ, એડપ્‍ટિવ લનિર્ંગ, ફિઝિકલ કમ્‍પ્‍યુટિંગ વગેરે જેવા કૌશલ્‍યો કેળવવાનો હતો. આ આંતરશાળા સ્‍પર્ધા ૪ અલગ અલગ શ્રેણીમાં યોજાઈ હતી જેમકે ૩ડી ટોય એરેના, ૩ડી ઓટોમોટિવ મોડેલિંગ, ૩ડી આર્કિટેક્‍ચરલ મોડલ્‍સ, ૩ડી આધુનિક ફાર્મ જેમાં ધોરણ ૫ થી ૮નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં પોદાર ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ, રાજકોટનાં વિદ્યાર્થીઓ તમામ ૪ શ્રેણીમાં વિજેતા જાહેર થયા હતાં. શાળાના શિક્ષકો રાજીવ વોરા, હર્ષ વાઢેલ, હેતલ રાજવીર અને અંકિતા શર્માએ સ્‍પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. આ કાર્યમાં શાળાના આચાર્ય મોનિકા ચૌધરી અને ઉપ આચાર્ય સંતોષ કુમાર સિંઘએ જહેમત ઉઠાવી હતી

(4:35 pm IST)