Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વ્‍યાજખોરીના ગુનામાં ત્રણ આરોપી જામીન મુક્‍ત

ફરિયાદીના આક્ષેપ મુજબ ક્રેડિટ કાર્ડ ઉપયોગ માટે લીધેલ અને જે પછી ૧૧ લાખ રોકડ પણ લીધા હતા તેના વ્‍યાજની ઉઘરાણી કરી હતી

રાજકોટ, તા.૯ : ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલ વ્‍યાજની ઉઘરાણી કર્યાના ગુનામાં આરોપી રમેશ પરમાર, કેવલ રમેશ પરમાર અને કિશન પરમાર જામીન મુક્‍ત થયા છે.

આ કેસની વિગત મુજબ ધ્રોલના રહીશ આરોપીઓ સામે રાજકોટના રહીશ ફરિયાદી સાવન આશીયાણીએ એકાદ વર્ષ પહેલાં આરોપી મિત્ર હોય તેનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ માટે લીધેલ. જે પછી ૧૧ લાખ રોકડ પણ લીધા હતા. જે પછી ક્રેડિટ કાર્ડમાંથી જેટલા રૂપિયાની ખરીદી કરી તે રકમ અને ઉછીના આપેલા રૂ.૧૧ લાખની રકમ પર આરોપીઓએ વ્‍યાજની ઉઘરાણી કરી હતી. આ અંગે તા.૨૯/૧/૨૦૨૩ના રોજ ગાંધીગ્રામ પોલીસમાં આઠ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા ઉપરોક્‍ત આરોપીઓની ધરપકડ થઈ હતી.

રમેશ, કેવલ અને કિશને કોર્ટમાં જામીન અરજી કરતા આરોપીના એડવોકેટે દલીલ કરી હતી કે, કોઈ જ ખુલાસા વગર એક વર્ષ મોડી ફરિયાદ કરી છે. હાલમાં પોલીસ દ્વારા વ્‍યાજખોરો સામે ડ્રાઇવ છે. આ વહેતી ગંગામાં હાથ ધોવા સમાન કિસ્‍સો છે. દલીલો માન્‍ય રાખી અધિક ચીફ જયૂડી.મેજી. કે. એમ. ગોહિલે ત્રણેય આરોપીને જામીન મુક્‍ત કરવા હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રાજન આર. કોટેચા, કૃણાલ આર. કોટેચા, વારીસ એમ. જુણેજા, સંદીપ વેકરિયા, અંકુર લીંબાસીયા, ડેનિશા પટેલ રોકાયેલ હતા.(

(4:33 pm IST)