Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

કોરોનાની સારવારનો ખર્ચ વ્‍યાજ સાથે ચુકવવા વિમા કંપનીને હુકમ

રાજકોટ તા. ૯ : કોરોનાની સારવારનો પૂરો ખર્ચ નહિ ચૂકવનાર વીમા  કંપનીએ વીમા ધારકને ફરિયાદ દાખલ તારીખથી રૂ.૭૫,૬૧૨ ૨કમ ૯ ટકા વ્‍યાજ સાથે ચૂકવી આપવા અને રૂ.૫,૦૦૦ ફરિયાદ તેમજ માનસીક દુઃખ-ત્રાસ, આઘાતનાં ખર્ચ પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

ફરિયાદની હકીકત મુજબ રાજકોટમાં રહેતા  નિર્મલાબેન મુળજીભાઈ મુછડીયાએ એસ.બી.આઈ. જનરલ ઈન્‍સ્‍યોરન્‍સ ફયુ. લિ. પાસેથી રૂ.૩ લાખની હેલ્‍થકેર ગૃપ પોલીસી લીધી હતી. જે દરમિયાન નિર્મલાબેન મુછડીયાએ ખાનગી  હોસ્‍પિટલમાં લીધેલી કોરોનાની સારવાર રૂ. ૧,૭૩,૯૧૩ નો ખર્ચ થયો હતો. જે અંગે ફરિયાદીએ   કરેલ કલેઇમ વિમાકંપનીએ માત્ર રૂ. ૯૮,૩૦૧- મંજુર કરી બાકી રહેતી રકમ રૂા. ૭૫,૬૧૨ નામંજુર કરી હતી જેથી ફરિયાદી દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી જિલ્લા આયોગનાં પ્રમુખજજ પી.સી. રાવલ,  મેમ્‍બર કે.પી. સચદેવ અને એમ.એસ. ભટ્ટે એસ.બી.આઈ. જનરલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીએ ગ્રાહકને ફરિયાદ દાખલ તારીખથી રૂ.૭૫,૬૧૨ ૨કમ ૯ ટકા વ્‍યાજ સાથે ચૂકવી આપવા અને રૂ.૫,૦૦૦ ફરિયાદ તેમજ માનસીક દુઃખ-ત્રાસ, આઘાતનાં ખર્ચ પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

આ કેસમાં ફરિયાદી વતી રાજકોટનાં યુવા ધારાશાષાી વિશાલ ગોસાઈ, સ્‍તવન મહેતા,  બ્રિજેશ ચૌહાણ અને મદદનીશ તરીકે મોહિત ત્રિવેદી રોકાયા હતા

(4:30 pm IST)