Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આજે ચોકલેટ-ડે

ચોકલેટી ડે આવ્‍યો છે, તારી યાદ લાવ્‍યો છે, એ જાને-તમન્ના તને મનાવવા માટે મેં આખો ચોકલેટનો ડબ્‍બો મંગાવ્‍યો છે.

આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ફેબ્રુઆરી નો બીજો સપ્તાહ જે વેલેન્‍ટાઈન વીક તરીકે ઉજવવામાં આવે છે જેના ત્રીજા દિવસે એટલે કે ૯ ફેબ્રુઆરી ચોકલેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો એકબીજાને ભેટમાં ચોકલેટ આપવાનું પસંદ કરે છે અને તેમનો પ્રેમ વ્‍યક્‍ત કરે છે. આ દિવસે ચોકલેટ આપવાથી એકબીજાનો પ્રેમ વધે છે.

આજના યુગમાં ઘણી ઈમ્‍પોર્ટેડ ચોકલેટો વિશ્વના વિવિધ દેશ જેમ કે દુબઈ, અમેરિકા, લંડન, ઓસ્‍ટ્રેલિયા વગેરે માંથી ઈમ્‍પોર્ટ કરવામાં આવે છે જે ચોકલેટોના નામ મિલકા, એમ.એન.એન તથા ડાર્ક ચોકલેટમાં જોવા જઈએ તો લિન્‍ટ,ગોડીવા, એન્‍થ્રોબર્ગ, રિટર-સ્‍પોર્ટ અને અલફ્રેડો જેવી વિવિધ ચોકલેટો લોકો પસંદ કરે છે. ત્‍યારબાદ ઇન્‍ડિયામાં નામી બ્રાન્‍ડ ની ચોકલેટો જેમકે ફરેરો-રોચર, કેડબરી, નેસલે અને હશેય ચોકલેટ જે મુંબઈ, નાશિક, ઉટી, કેરેલા વગેરે વિસ્‍તારમાં ઉત્‍પાદન કરવામાં આવે છે હવે વાત કરીએ તો રાજકોટના ચોકલેટ પ્રેમીઓની જે રાજકોટની હોમમેડ ચોકલેટો જેમકે ચોકો ન્‍યુટ્રી, પી.એસ. ચોકલેટ, જે.ડી. ચોકલેટ અને યમ્‍મી ચોકલેટ જે લોકો આવા પ્રકારની ચોકલેટનો વધુ અગ્રતાક્રમ રાખે છે જેની કિંમત રૂપિયા ૨ થી ૨૬૦૦ સુધીની છે અને જરૂરિયાત મુજબ કસ્‍ટમાઈઝ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત વેલેન્‍ટાઇન સ્‍પેશિયલ ડેકોરેટિવ ચોકલેટ જેમકે રોઝ ચોકલેટ, ટેડીબિયર રોઝ ચોકલેટ અને ડેકોરેટિવ બુકે ચોકલેટ પણ ભેટ આપવામાં આવે છે

ખરેખર દરેક ઉંમરના લોકો ચોકલેટ ખાવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણ ચોકલેટ ખાવા માટે ઉત્‍સાહિત હોય છે. ચોકલેટ ગમે ત્‍યારે ખાઈ શકાય છે અને એ જ કારણ છે કે દરેક ઉજવણીમાં તેનો સમાવેશ થાય છે. ઘણીવાર નાના બાળકોના મન મનાવવા માટે પણ ચોકલેટ આપવામાં આવતી હોય છે.

ચોકલેટ ખાવાના ઘણા ફાયદાઓ પણ છે જેમ કે ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરનો તણાવ ઓછો થાય છે અને થાક પણ દૂર થાય છે. આમ જોઈએ તો આ બધાને કારણે જ વેલેન્‍ટાઈન વીકમાં ચોકલેટ દિવસનું મહત્‍વ વધી ગયું છે.

-ભાર્ગવ પૈડા

(4:30 pm IST)