Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સિવિલના ઓક્‍સિજન પ્‍લાન્‍ટ પાસે બાઇક પાર્ક કરવા મામલે માથાકુટઃ માફામાફી બાદ મામલો થાળે પડયો

એક કર્મચારીને અન્‍ય કર્મચારીએ લાફો મારી લીધોઃ દેકારો મચી જતાં ટોળા ભેગા થયા

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલમાં કોવિડ વિભાગના ઓક્‍સિજન પ્‍લાન્‍ટ પાસે જ એઇમ્‍સના કર્મચારી એક્‍સ આર્મીમેનએ પોતાનું બાઇક પાર્ક કરી દેતાં આ વિભાગના કર્મચારી આર્યન રાઠોડે ઓક્‍સિજનની ગાડી આવશે તો મુશ્‍કેલી ઉભી થશે, બાઇક અહિથી લઇ લો તેમ કહેતાં બાઇક જેનું હતું એ કર્મચારીએ બાઇક તો અહિ જ રહેશે તેમ કહેતાં બોલાચાલી બાદ ગાળાગાળી થતાં આર્યનને લાફો મારી દીધો હતો. આ બનાવને પગલે ભારે દેકારો મચી ગયો હતો. જો કે બાદમાં માફામાફીને અંતે મામલો થાળે પડયો હતો.  તસ્‍વીરમાં માથાકુટનું દ્રશ્‍ય તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટમાં પાર્ક કરાયેલુ બાઇક નજરે પડે છે.

(4:26 pm IST)