Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

એઇમટ્રોન ફાઉન્‍ડેશન દ્વારા ત્રંબા ખાતે યુવાનો અને મહિલાઓને આત્‍મનિર્ભર કરવા તાલીમ વર્ગ

રાજકોટ : નાના વડીયાના મુકેશભાઇ વસાણીએ અમેરિકા સુધીની યાત્રામાં ઘણા ચઢાવ અને ઉતરાવ સાથે એઇમટ્રોન કંપનીની સ્‍થાપના કરી. હાલ તેઓ એઇમટ્રોન ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને સી.ઇ.ઓ. તરીકેનું દાયિત્‍વ નિભાવી રહ્યા છે. તેઓશ્રી દ્વારા વર્ષ ૨૦૦૮માં અમેરિકા અને ભારતમાં એઇમટ્રોન ગ્રુપ ઓફ કંપનીની સ્‍થાપના કરવામાં આવી.જેના અનુસંધાને  રાજકોટ તાલુકાના કસ્‍તુરબાધામ (ત્રંબા) ગામે પોપ્‍યુલર સ્‍કૂલ ખાતે પ્રાયોગિક ધોરણે ત્રંબા ગામની આસપાસના પાંચ ગામો (મહિકા, ગઢકા, સરધાર, અણીયારા અને ત્રંબા)માં પાંચ મુદ્દા આરોગ્‍ય, શિક્ષણ, કૌશલ્‍યવર્ધન, આત્‍મરક્ષણ અને હસ્‍તકલાની તાલીમ આપી મુકેશભાઇ વસાણી વતન પ્રત્‍યેનું ઋણ અદા કરી રહ્યા છે. એઇમટ્રોન ફાઉન્‍ડેશનના ‘એઇમ સેતુ' કાર્યક્રમ પોપ્‍યુલર સ્‍કૂલ-ત્રંબા ખાતે પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં શ્રી ભરતભાઇ બોઘરા, શ્રી પરેશભાઇ ગજેરા, વી.બી.બસિયા (જિલ્લા લાઇવલીહુડ મેનેજર-એનઆરએલએમ-રાજકોટ), મનજીભાઇ વસાણી, લખનભાઇ બાંભણીયા, જતીનભાઇ ચુડાસમા, ભાવેશભાઇ કિયાડા, ચંદ્રેશભાઇ ખુંટ, શ્રીમતી શર્મિલાબેન બાંભણીયા (કેમ્‍પસ ડાયરેકટરશ્રી-પોપ્‍યુલર સ્‍કૂલ-ત્રંબા), સરોજબેન મારડિયા (સીએસઆર મેનેજર-એઇમટ્રોન ફાઉન્‍ડેશન) તેમજ નિયત કરેલ ગામના સરપંચશ્રીઓ, તલાટી મંત્રીઓ, આગેવાનો અને ગામડાના એસએચજીના બહેનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા.

(4:26 pm IST)