Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હરીવંદના કોલેજમાં ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્‍થિતિમાં શૈક્ષણિક સ્‍પર્ધા

રાજકોટઃ હરિવંદના કોલેજમાં મેનેજમેન્‍ટ એન્‍ડ કોમર્સ ડિપાર્ટમેન્‍ટ દ્વારા ધ બ્રેવ બિડર્સ નામની સ્‍પર્ધાનુ આયોજન કરવામાં આવ્‍યુ શૈક્ષણિક સ્‍પર્ધાની શરૂઆત ધારાસભ્‍ય રમેશભાઇ ટિલાળા, રાજકોટ મિરરના માલિક પ્રતિપાલસિંહ જાડેજા, અવર રાજકોટના ફાઉન્‍ડર વિજયભાઇ મકવાણા, એસઓએસ સ્‍કુલના ટ્રસ્‍ટી વિપુલભાઇ પાનેલીયા, યુવા બિઝનેશ આઇકોન અને કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા હરિવંદના કોલેજના ચેરમેન ડો.મહેશભાઇ ચૌહાણ તથા  કેમ્‍પસ ડાયરેકટર ડો.સર્વેશ્વરભાઇ ચૌહાણની હાજરીમાં કરવામાં આવી સ્‍પર્ધામાં ૯૦ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો સ્‍પર્ધા ધ બ્રેવ બિડર્સ બે રાઉન્‍ડમાં વહેંચાયેલી હતીે. પ્રથમ રાઉન્‍ડમાં સ્‍પર્ધકોએ સ્‍ક્રીન પર બતાવેલ વસ્‍તુના સાચા ભાવ કહેવાના હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોમર્સ એન્‍ડ મેનેજમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટના હેડ ડો.વિશાલ વસા, સમગ્ર સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓની ટીમે જહેમત ઉઠાવી આ સ્‍પર્ધા દ્વારા વિદ્યાર્થીઓનું પ્રેકટીકલ નોલેજ વધારવાનો મુખ્‍ય હેતુ હતો.

(4:24 pm IST)