Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

લલુડી વોંકળી પાસે જાહેરમાં તીન પતીનો જુગાર રમતા ૧૧ ઝડપાયા

ડીસીપી ઝોન - ૧ની એલસીબીનો દરોડોઃ ૫૩ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ, તા.૯: લલૂડી વોંકળી પાસે ડીસીપી ઝોન-૧ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૧૧ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ લલુડી વોંકળી પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી લલૂડી વોંકળી પાસે તીનપતીનો જુગાર રમતા મનસુખ જીવાભાઇ ધંધુકીયા, સોનુ ચન્‍દ્રપ્રકાશ શ્રીવાસ, મુકેશ બાલાભાઇ કુશવાક, રાજેશ દર્શનભાઇ શ્રીવાસ, કિશોર શંકરભાઇ તાતી, સોહનલાલ રાજારામ આહીરવાર, અજય વિધ્‍યારામ ગખેરીયા, મહેન્‍દ્ર પ્રતાપસિંગ પ્રભુદયાલસિંગ, મહેશ અશોકભાઇ ગૌતમ અનીલસીંગ રણજીતસીંગ રાજપુત, અને શ્રવણ શ્રીરામભાઇ રાજપુતને પકડી લઇ રૂા.૫૩,૫૮૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર, હેડ કોન્‍સ વિજેન્‍દ્રસિંહ ઝાલા, રવીરાજભાઇ પટગીર, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા અને હિતેષભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી

(4:19 pm IST)