Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સાગર સુરક્ષા માટે હવે પોલીસ સાથે લોકો પણ જાસૂસ બનશેઃ અશોકકુમાર યાદવ

દ્વારકા ,જામનગર અને મોરબીના દરિયા વિસ્‍તારના લોકોને ખાસ મુકામ કરી જિલ્લા પોલીસ વડાઓ ચર્ચા કરી ખાસ તાલીમ આપશેઃ  આઇપીએસ નીતીશ પાંડે, પ્રેમસુખ ડેલું અને રાહુલ ત્રિપાઠીને મહત્‍વની જવાબદારી સુપ્રત, લોકોએ કેવી જાગૃતિ રાખવી, કયા ફોન કરવા તે અંગે  સ્‍પેશ્‍યલ તાલીમ 

સીઆઈબી અને સ્‍ટેટ આઇબી દ્વારા મળતી ઇનપુટ અંગે પણ તુરંત ચકાસણી, આ વિસ્‍તારના જાણકારો પાસેથી નાનામાં નાની માહિતીઓ મેળવી પોલીસને સતત અપડેટ કરવામાં આવશેઃ ડ્રગ્‍સ, બનાવટી નોટો, હથિયારો ઘૂસતાં રોકવા ૩૧ માર્ચ સુધીની ખાસ ઝુંબેશ અંગેનું અથ થી ઇતિ સુધીનો માસ્‍ટર પ્‍લાન અકિલા સમક્ષ રાજકોટ રેન્‍જ આઇજી જાહેર કરે છે

રાજકોટ, તા.૯: કોઈ પણ રાજ્‍યમાં સરહદ માફક સાગર તટની સુરક્ષા ખૂબ મહત્‍વની જેતે દેશ માટે હોય છે, ભૂતકાળમાં સૌરાષ્‍ટ્રના દરિયા કિનારાઓનો દેશદ્રોહી તત્‍વો દ્વારા ઉપયોગ થયેલ તે તમામ બાબત ધ્‍યાને રાખી ઊતર સૌરાષ્‍ટ્રના ત્રણ મહત્‍વના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લા, જામનગર જિલ્લા અને મોરબી જિલ્લામાં ૩૧ માર્ચ સુધી જિલ્લા પોલિસ વડા પોતાની ટીમો સાથે મુકામ કરી તે વિસ્‍તારના જાણકારો પાસેથી મહત્‍વની વિગતો એકઠી કરવા માટે આખો માસ્‍ટર પ્‍લાન ત્‍યાર કરવામાં આવ્‍યો હોવાનું અકિલા સાથેની વાતચીતમાં ઊતર સૌરાષ્ટ્‌ના વડા એવા રાજકોટ રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા જણાવાયું છે.                                                

 અશોક કુમાર યાદવે જણાવેલ આ માટે જામનગર અને દ્વારકા સમુદ્રકાંઠાના અભ્‍યાસુ એવા દ્વારકા એસપી નીતીશ પાંડે, જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુ, અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાથે વિસ્‍તૃત ચર્ચા કરી ભૂતકાળ,.વર્તમાન કાળની તમામ ઘટનાઓ સાથે એક યુગમાં સલાયામાં તાલબથી માંડી ખંભાળિયામા કસ્‍ટમ સિપાહી સાથે ઘટેલી કરૂંતિકા ,વિગેરે બાબતો અને વર્તમાન પરિસ્‍થિતિ અંગે ચર્ચા કરી આખી યોજનાઓ ઘડી છે.              

 આ વિસ્‍તારના લોકોને વિશેષ જાગળત કરી પોલીસ દ્વારા તેમને કેટલીક તાલીમ આપી કોઈ શંકાસ્‍પદ પ્રવળત્તિઓ જણાય તો પોલીસને તુરંત જાણ કરવા માટે ફોન્‌ નંબર સાથે સંકલન વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે, એસપીઓ દ્વારા થયેલ કાર્યવાહી અંગે નિયમિત રિપોર્ટ મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે.        

ડ્રગ્‍સ, ગેર કાયદે શષાો, બનાવટી નોટો અંગે મરીન પોલિસ સાથે લોકોએ પણ કેવી સાવચેતી રાખવાની છે, તે અંગે લોકોને સુશિક્ષિત કરવામાં આવશે. આઇબી અને સેન્‍ટ્રલ આઇબી સાથે પણ સંકલન રાખવામાં આવશે. ગેર કાયદે પ્રવળત્તિઓ માટેના આશ્રય સ્‍થાનો ઊભા ન થાય તેની કાળજી પણ જે તે જિલ્લા વડાઓ રેવન્‍યુ તંત્ર સાથે સંકલનમાં રહી કરશે. તેમ કાર્યદક્ષ રેન્‍જ વડા અને વ્‍યાજખોર સામે તૂટી પડી લોકોની વાહ વાહ મેળવનાર આ આઇપીએસ દ્વારા જણાવાયું હતું

(3:22 pm IST)