Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

૧૬મીથી છ દિવસ રાજકોટમાં વિરાટ સોમયજ્ઞ

માધાપર ચોકડી પાસે સ્‍વામિનારાયણ મંદિર સામે દિવ્‍ય-ભવ્‍ય આયોજન : પત્રકાર પરિષદમાં રાજુભાઇ પોબારૂનું સંબોધનઃ તુલસી વિવાહ મનોરથ, છાક-ફૂલફાગ મનોરથ, શ્રી યમુનાજીની ચૂંદડી મનોરથ, નંદોત્‍સવ, રથયાત્રા વગેરેના આયોજનોઃ આચાર્ય-પદે પૂ. ગોકુલોત્‍સવજી પધારશેઃ વિષ્‍ણુ ગોપાલ યજ્ઞમાં બેસવાની તક

રાજકોટ, તા. ૯ : સોમયજ્ઞથી સુખ-શાંતિ-સમળદ્ધિ તંદુરસ્‍તીથી માંડીને આધ્‍યાત્‍મિક સ્‍તરના લાભ પ્રાપ્ત થાય છે.

ધર્મમયનગરી રાજકોટને આંગણે શ્રી વિરાટ સોમયજ્ઞનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન તા. ૧૬-ર-ર૦ર૩, ગુરૂવારથી ર૧-ર-ર૦ર૩, મંગળવાર સુધી થયેલ છે.

પદ્મશ્રી એવમ પદ્મભુષણ વૈષ્‍ણવાચાર્ય જે. પી. સોમયાજી દિક્ષીત આચાર્ય પૂ. પા. ગો. ડો. શ્રી ગોકુલોત્‍સવજી મહારાજશ્રી (ઇન્‍દોર)ના સર્વાધ્‍યક્ષ સ્‍થાને તથા પૂ. પા. ગો. ડો. શ્રી વ્રજોત્‍સવજી મહોદયશ્રી દ્વારા યજ્ઞાચાર્ય -યજ્ઞકર્તા સ્‍થાને તથા પૂ. પા. ગો. શ્રી ચિ. ઉમંગરાયજી બાવાશ્રીના સાનિધ્‍યમાં વિશ્વશાંતી-વિશ્વકલ્‍યાણ, પ્રાણીમાત્રના સુખ-સમળધ્‍ધી, સૌભાગ્‍યની સંપ્રાપ્તી અને વંશ વળધ્‍ધી હેતુ શ્રી વિરાટ સોમયજ્ઞનું આયોજન થયેલ છે.

ભારતીય સંસ્‍કળતિ યજ્ઞ સંસ્‍કળતિ છે વૈદીય યજ્ઞ અંતઃકરણ ક્રિયાનું બ્રાહ્મ પ્રતીક છે. તેનો માર્મીક અર્થ છૂપાયેલો છે. સત્‍યશ્રળના વૈદિક ઋષીઓ એ માનવ જીવનને સોમયજ્ઞરૂપે વર્ણવ્‍યુ છે. સોમયજ્ઞ એટલે અમળતયાગ, સોમયજ્ઞ આધ્‍યાત્‍મિક આનંદનો રૂપક છે. સોમયજ્ઞ સર્વ યજ્ઞદેવોનો રાજા છે.

શ્રી વિરાટ સોમયજ્ઞ અંતર્ગત એક અંગભુત ભાગ તે શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞ છે. શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞ સ્‍વયં મહાયજ્ઞ છે. શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞ પરીપૂર્ણ કરનાર ના સર્વ કષ્‍ટો દુર થાય છે. જીવનના દોષોની નિવળતી થાય છે. જીવનની પ્રગતિમાં બાધારૂપ સર્વે કઠીનતા શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞથી દુર થાય છે. વર્તમાન મનુષ્‍ય જીવન તાપ-સંતાપ, કલહ, કંકાશ, રાગ, દ્વેષ, વૈર, વૈમનષ્‍યથી ગસ્‍ત ત્રસ્‍ત છે. કોઇ ઘર પરીવાર કલહથી તો કોઇક શારીરિક સ્‍વાસ્‍થ્‍યથી તો કોઇવળી વ્‍યાપાર-વ્‍યવસાયની બાધાઓને કારણે અશાંત છે. શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞ શારીરિક માનસીક કષ્‍ટો દુર કરી શાંતી આપે છે. આ યજ્ઞથી સર્વે પ્રકારના ગ્રહદોષનું નિવારણ થાય છે.

આ સોમયજ્ઞની આહુતીઓથી ઉત્‍પન્ન થતો ધુમ્ર-ધુમાડો વાતાવરણ, પર્યાવરણની શુધ્‍ધી કરે છે અને દુર્ભાગ્‍યને દુર કરે છે.

સનાતન વૈદધર્મ અનુસાર લક્ષ્મીપ્રાપ્તી માટે, વ્‍યાપાર વ્‍યવસાયમાં ઉન્નતી માટે પ્રત્‍યેક ગળહમાં સુખ શાંતિ અને રિધ્‍ધી-સિધ્‍ધી તથા ઐશ્વર્ય વૈભવની પ્રાપ્તી માટે શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞનું યજન કરવાનું વિધાન છે. જયાં જયાં સોમયજ્ઞ સમ્‍પન્‍ન થાય છે ત્‍યાં ત્‍યાં યજ્ઞ નારાયણ શ્રી વિષ્‍ણુના પ્રભાવ અને પ્રતાપથી સર્વ પ્રકારની સુખ-શાંતી સ્‍થપાઇ છે. એટલુ જ નહી શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞની પ્રસાદી રૂપે ઇચ્‍છીત સંતાન પ્રાપ્તીના પ્રસંગો પણ નોંધાયા છે.

દક્ષિણના ચારેય વૈદ ઋગવેદ, સામવેદ, અથર્વવેદ તથા અજુર્વેદના જાણકાર પ્રકાંત પંડીતો દ્વારા સમુહગાન કરીને અરણી દ્વારા, અરણી મંથન કરી ને અગ્ની પ્રગટાવી સોમયજ્ઞનો પ્રારંભ કરવામાં આવે છે.

તા. ૧૬-ર-ર૦ર૩ ગુરૂવારથી તા. ર૧-ર-ર૦ર૩ મંગળવાર સુધી યજ્ઞ સ્‍થળે દરરોજ સવારના ૮ વાગ્‍યાથી ૧.૩૦ સુધી તથા બપોરના ૪ વાગ્‍યેથી રાત્રીના ૮ સુધી યજ્ઞ ચાલુ રહેશે.

તા. ૧પ-ર-ર૦ર૩ બુધવારે બપોરે ૩ કલાકે ૧૦૦૦ બહેનો મસ્‍તક ઉપર સુશોભીત મટૂકી (કલશ) ધારણ કરી શોભાયાત્રામાં જોડાશે તેમજ હજારોની સંખ્‍યામાં ભકતજનો જોડાશે. શોભાયાત્રા પ્રસ્‍થાન સ્‍થળઃ- શ્રી હરીશભાઇ લાખાણીની જગ્‍યા, માધાપર ચોકડી કોર્નર, શ્રી દ્વારીકા હાઇટસની બાજુમાં, જામનગર રોડ થી પ્રસ્‍થાન થઇ યજ્ઞ સ્‍થળ શ્રી વલ્લભાચાર્યનગર વાજતે ગાજતે પહોંચશે. શોભાયાત્રા તેમજ સેવાકાર્યમાં જોડાવા ઇચ્‍છતા બહેનોએ શ્રી રીટાબેન જોબનપુત્રા-મો. ૯૪ર૭૪ ૩૮૧૧૭, શ્રી ગીતાબેન ખેરડીયા  તથા શ્રી નિશાબેન રાણપરા-મો. ૯૮ર૪ર ૦૮૬૮૬ ત્રણમાંથી કોઇપણ એક પાસે નામ નોંધાવા અનુરોધ છે.

૧૦૦૦ રાજસૂય યજ્ઞ થી ૧ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમયજ્ઞની ૧ પરીક્રમા કરવાથી ૧૦૮ પરીક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. સોમયજ્ઞથી ૧ આહુતીથી ૧૦૮ આહુતીઓનું ફળ પ્રાપ્ત થાય છે.

શ્રી સોમયજ્ઞમાં શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞમાં બેસવાનું ખુબ જ મહત્‍વ છે, શ્રી વિષ્‍ણુગોપાલ  યજ્ઞમાં બેસવા માટે કાર્યાલયનો સંપર્ક સાધવો.

કાર્યાલય નં.૧, ટાઇટનીયમ કોમ્‍પ્‍લેક્ષ, એચડીએફસી બેંકની બાજુમાં તનીષ્‍ક એપાર્ટમેન્‍ટની સામે, ત્રીકોણબાગ પાસે, રાજકોટ. મો. ૯૪ર૭પ ૩૬૪૦૦, ૭૦૧૬૪ પર૬૧૧ કાર્યાલય નં.ર, નંદગોપાલ ભારત ગેસ એજન્‍સી, ૧પ નંબર સ્‍કુલની સામે, ૧૦ રણછોડનગર, કુવાડવા રોડ, રાજકોટ મો. ૯રર૭૮ ૭૮૮૮ર, ૯૬૩૮ર, ૯૩૭૪પ ૭૧૪૦૦, ૮૮૪૯૩ ૬૩૧૮૩, ૭૦૬૯૮ ૯૭ર૯૯ શ્રી સોમયજ્ઞ સ્‍થળ શ્રી વલ્લભાચાર્યનગર શ્રી કલ્‍પેશભાઇ પલાણની જગ્‍યા, પ્રભાત સોલ્‍વન્‍ટની બાજુમાં, શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળની સામે, માધાપર ચોકડી પહેલા, જામનગર મેઇન રોડ, રાજકોટ.

શ્રી વિરાટ સોમયજ્ઞના દર્શન, પરિક્‍મા, વિષ્‍ણુગોપાલ યજ્ઞમાં બેસવા માટે અક્ષતવર્ષા વિગેરેનો લાભ લેવા સનાતન ધર્મપ્રેમી, ધર્માનુરાગી જનતાને મુખ્‍ય મનોરથી રાજુભાઇ પોબારૂ, મૂખ્‍ય મનોરથી છબીલદાસ પોબારૂ, પરિવાર, મુખ્‍ય મનોરથી કલ્‍પેશભાઇ હરીશભાઇ પલાણ પરિવાર તથા મુખ્‍ય મનોરથી હરીશભાઇ લાખાણી પરિવાર ઉપપ્રમુખ ડો. નીશાંત ચોટાઇ, ઉપપ્ર. બીપીનભાઇ ડી. પલાણ, દિલીપભાઇ સોમૈયા, દિનેશભાઇ કારીયા, નીતીનભાઇ નથવાણી, ગુણુભાઇ ડેલાવાળા, સાગરભાઇ તન્ના, દિનેશભાઇ રાઠોડ (કે.ડી.), રામભાઇ બરછા, ભુપેન્‍દ્રભાઇ કોટક, રીટાબેન જોબનપુત્રા, રત્‍નાબેન સેજપાલ, અલ્‍પાબેન બરછા, રીટાબેન કુંડલીયા, કિરણબેન વિઠલાણી, મહામંત્રી અરવિંદભાઇ પાટડીયા, સંયોજક કલ્‍પેશભાઇ પલાણ, હિતેષભાઇ પોપટ, જેરામભાઇ વાડોલીયા, અન્નુભાઇ સોની, મંત્રી કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, જીતુલભાઇ કોટેચા, શ્‍યામલભાઇ સોનપાલ, પરાગભાઇ દેવાણી સહમંત્રી અલ્‍પેશભાઇ પલાણ, મનન ત્રીવેદી, વિરલભાઇ પલાણ, ધર્મેશભાઇ કકડ સહ સંયોજક અરવિંદભાઇ ભેસાણીયા, સુેશભાઇ રૈયાણી, છગનભાઇ પાનસુરીયા, ભરતભાઇ મદાણી સહમંત્રી પુરૂષોતમભાઇ પટેલ, કેતનભાઇ પીત્રોડા, નરેશભાઇ સંગપરીયા, બાબુલાલ ત્રિવેદી, મેહુલ ભગત, જીતુભાઇ ખેરડીયા તેમજ આયોજન સમીતી દ્વારા પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છ.ે જીતુભાઇ ચંદારાણા જુદી-જુદી સમીતીઓમાં સેવા આપવા ઇચ્‍છતા ભાઇ-બહેનોએ કાર્યાલયમાં પોતાના નામ નોંધાવવા અનુરોધ છે. ધવલભાઇ કારીયા વિશેષ માહીતી જાણકારી માટે અરવિંદભાઇ પાટડીયાનો સંપર્ક સાધવો. મો. ૭૦૧૬૪  ૫૨૬૧૧(૯.૧૯)

 પદ્મભૂષણ ગોકુલોત્‍સવજી આયોજનના સર્વાધ્‍યક્ષ

રાજકોટમાં  યોજાયેલ સોમયજ્ઞના મુખ્‍ય યજમાન અને દિવ્‍ય યજ્ઞોત્‍સવ આયોજનના સર્વાધ્‍યક્ષ પૂ.પા.ગોસ્‍વામીશ્રી ગોકુલોત્‍સવજી મહારાજ વેદ-વેદાંત, વ્‍યાકરણ, સાંખ્‍ય નવ્‍યન્‍યાસ અને પૂર્વ મિમાંસના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત પ્રકાંડ વિદ્વાન છે. શાષાીય સંગીત, હવેલી સંગીતના વિશ્વ વિખ્‍યાત કલાકાર છે, તેઓ મળદંગાચાર્ય અને વ્‍યાકરણાચાર્ય પણ છે... એટલું જ નહીં, વિશ્વના પ્રથમ જસદગુરૂ આચાર્ય છે. પૂ.શ્રી એ બ્રિટીશ દેશમાં જ્‍યાં કયારેય સૂર્યાસ્‍ત થતો નહોતો તે ઇંગ્‍લેન્‍ડની રાજધાની લંડન અને અમેરીકા જેવા ભૌતિકવાદી દેશોમાં ભારતીય વૈદિક સંસ્‍કળતિના સર્વ શ્રેષ્‍ઠ વિરાટ સોમયજ્ઞનું સફળ આયોજન કરીને ભારતના ગૌરવનો ડંકો વગાડેલ છે.

ડી.લીટ.ની ઉચ્‍ચ પદવીના માલીક પૂ.ગોકૂલોત્‍સવજી મહારાજશ્રીના ‘વ્‍યકિતત્‍વ અને કળતિત્‍વઁ વિષય પર ડો.રજની નાગરે વિક્રમ યુનિ.માં ડોકટરેટ-જય જય કરેલ છે. પૂ.શ્રીએ ચાર વખત આંતરરાષ્‍ટ્રીય સંમેલનમાં હાજરી આપી છે. ત્‍યાં વિશ્વના માનવ સમાજ માટે માનનીય અને માર્ગદર્શક પ્રવચનો આપીને ભારતની આધ્‍યાત્‍મિક અસ્‍મિતાને ઉજાગર કરીને આપણા દેશને ગૌરવ આપાવ્‍યું છે.

ભારતના તત્‍કાલીન રાષ્‍ટ્રપતિઓ પ્રતિભા પાટીલ તથા પ્રણવ મુખરજી દ્વારા પૂ.પા. ગોકુલોત્‍સવજી મહારાજ પદ્મશ્રી એવં પદ્મભુષણ એવોર્ડથી વિભુષિત થયા છે. તેઓ રાષ્‍ટ્રપતિ પુરસ્‍કાર પ્રાપ્‍ત ટોપગ્રેડ એઆઇઆર રાષ્‍ટ્રીય તાનસેન સન્‍માનથી પણ સન્‍માનિત થયા છે. સંગીત અને તત્‍વજ્ઞાનમાં બે વખતે સન્‍માનિત પણ થયેલ છે. ‘ઇન્‍ટરનેશનલ વર્લ્‍ડ ફેસ્‍ટીવલ-૧૯૯૪ઁ જર્મનીના ગ્‍લોરી ઓફ ધ નેશનલ એન યુ.એસ.એ.માં મિલેનિયમ (૨૦૦૦) એવોર્ડમાં સન્‍માનથી વિભૂષિત થયેલ છે. તેમણે અનેક ગ્રંથો લખ્‍યા છે. જેમાં આયુર્વેદીક ચિકિત્‍સા, પુષ્‍ટિ માર્ગીય શુધ્‍ધાદ્રેત, બ્રહ્મવાદ તથા શાષાીય સંગીત સહીતના અનેક વિષયે ગ્રંથોનો સમાવેશ થાય છે.

(3:19 pm IST)