Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઘેલા સોમનાથમાં ૧૦ કરોડના ખર્ચે વિકાસ કાર્યો ધ્‍વજા-રોહણની શરૂઆત કરાશેઃ જામટાવરમાં રીનોવેશન

ધોરાજીના સૂપેડીનું મૂરલીમનોહર મંદિર આખુ રીનોવેટ થશેઃ ખંભાલીડા બૌધ્‍ધ ગુફામાં ૩ મહિનામાં કામગીરી પૂર્ણ થશે

રાજકોટ તા. ૯ : જસદણ પાસેના વિશ્વવિખ્‍યાત ઘેલા સોમનાથ મંદિરમાં ૧૦ કરોડના ખર્ચે તમામ અદ્યતન વિકાસ કામો થશે, આ માટે ગ્રાંટ પણ મંજુર થઇ ગઇ હોવાનું કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું.

તેમણે જણાવેલ કે ઘેલા સોમનાથમાં રસ્‍તા-સ્‍નાનઘર-શૌચાલયની વધુ ફેસેલીટી, ગેસ્‍ટહાઉસ, ૮૦ મીટરની એરીયામાં ગ્રીનટી-પ્‍લાન્‍ટેશન મીનળ દેવીનું મંદિર છે. તથા કમ્‍પાઉન્‍ડહોલ, પગથીયા, અન્‍ય સુવિધા આવરી લેવાશે.

તેમણે જણાવેલ કે કલેકટર કચેરીની સામે આવેલ વિખ્‍યાત જામટાવરની કાયાપલટ કરાશે, બાકડા, કલોક, તથા રંગરોગાન-ગ્રીનરી વધશે.

આ ઉપરાંત ધોરાજીના સુપેડીમાં આવેલ વિખ્‍યાત મૂરલીમનોહર મંદિર આખુ રીનોવેટ કરાશે તો ખંભાલીડા બોધ્‍ધ ગુફામાં વિશાળ ગેલેરી, તેમાં બોધ્‍ધ કલ્‍ચર, ઇતિહાસ, બાબતો મુકાશે, ૪ રૂમ પણ બની રહ્યા છે. ર થી ૩ મહિનામાં આ આખી કાર્યવાહી ત્‍યાં પુરી થશે.

(3:19 pm IST)