Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

શાળામાં પ્રવેશ માટે ૬ વર્ષમાં થોડા દિવસો ઓછા હોય તો પ્રવેશ આપવા ફેર વિચારણા કરોઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૯ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને જસદણ યાર્ડ તથા રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે ગુજરાત સરકારના શિક્ષણ ખાતા તરફથી બાળકની ઉંમર ૧ લી જુને ૬ વરસ થયા પછી જ ધો.૧માં કોઇપણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. એવો નિર્ણય કરવામાં આવેલ છે. પરંતુ શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કે ૧ લી જુને ૬ વરસમાં ૧ દિવસ પણ ઓછો હશે તો પ્રવેશ આપવામાં આવશે નહી, આ નિર્ણય તધલખી નિર્ણય છે. તેમાં ૧ મહિના સુધીની છુટ આપવાની જરૂર છે કારણ કે આવા બાળકોને આખુ વરસ ગુમાવવું પડે એ વ્‍યાજબી નથી ૧ મહિનો ઓછો હોય અને પ્રવેશ આપવામાં આવે તો કાંઇ ઉથલ-પાથલ થઇ જવાનું નથી.

અગાઉના સમયમાં ગામડામાં લોઅર કે.જી.હાયર કે.જી.મીડીયમ અંગ્રેજી કે ખાનગી સ્‍કુલ તેમજ ટયુશન કલાસની વ્‍યવસ્‍થા હતી નહી સરકારી શાળા હાઇસ્‍કુલ કે કોલેજમાં ભણીનેડોકટર, એન્‍જીનીયર કે વકીલો થયા છે. ૭ ધોરણ પાસ (શાળાંત પાસ)ને શિક્ષકની નોકરી મળી જતી હાલમાં શિક્ષણની આટલી સુવિધા છતા ગામડામાં શિક્ષણનું સ્‍તર નીચુ જતુ જાય છે. અમારા અભ્‍યાસ કાળ દરમ્‍યાન એકથી દાણુ ૧૧ થી ર૦, સવાયા, દોઢા, અઢીયા અને ઉઠા (૩ાા) સુધીનો અભ્‍યાસ કરાવાતો આજે એ અભ્‍યાસ બાબતે શૂન્‍યાવકાશ સર્જાયો છ.ે

હાલમાં શિક્ષણની સુવિધા વધવાથી બાળકોનું બાલ્‍યજીવન વેડફાતુ હોય તેવું જોવામાં આવે છે. વાલીઓ તરફથી બાળકને હોશિયાર બનાવવા માટેની તાલાવેલીને લીધે નાની ઉંમરમાંજ મગજ ઉપર ભણતરનો ખોટો બોજ નાખી દેવામાં આવે છે. આ બાબત વિચારણા માંગી લે તેવી છે. ૬ વર્ષ પુરા થયે પ્રવેશ આપવાના જકી વલણ કે નિર્ણય સામે વાલીઓએ રજુઆત કરવી જોઇએ મૂંગા મોઢે જોયા કરવાથી કે સહન કર્યે કાંઇ વળવાનું નથી થોડા ઘણા દિવસો ઓછા હોય તો પ્રવેશ આપવા માટે ફેરવિચારણા કરવાની જરૂર છ.ે તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

 

 

(3:14 pm IST)