Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વીજતંત્ર દ્વારા ૧ વર્ષમાં લોકઅદાલતમાં ૧૩ હજાર કેસોમાં સમાધાનઃ ૯ાા કરોડની તોતીંગ વસુલાત

આગામી ૧૧મીએ નેશનલ લોક અદાલત યોજાશે : વીજગ્રાહકોને પેન્‍ડીંગ કેસ અંગે લાભ લેવા અપીલ

રાજકોટ,તા.૯: પીજીવીસીએલ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ (તા. ૩૧.૦૧.૨૦૨૩ સુધી) દરમ્‍યાન લોક અદાલત યોજી લીટીગેશનના કુલ ૧૬૦૪ કેસોમાં રૂ. ૩.૭૫ કરોડ તેમજ પ્રી-લીટીગેશનના કુલ ૧૧૫૭૪ કેસોમાં રૂ. ૬.૧૮ કરોડ સમાધાન કરી વસુલાત કરવામાં આવેલ છે. આ લોક અદાલત દરમ્‍યાન પીજીવીસીએલના વીજ ગ્રાહકો સામે કોઇપણ પ્રકારની બાકી રકમ અંગેના દાખલ કરવામાં આવેલ કોર્ટ કેસો તેમજ કેસ દાખલ કરવાના બાકી હોય તેવા વીજ ગ્રાહકોને કંપનીના ધારા-ધોરણ મુજબ આપવાના થતાં ફાયદાઓ અંગે પુરતી સમજણ આપી આવા દાવાઓનું સમાધાન કરેલ છે.

પીજીવીસીએલ દ્વારા તા. ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ હવે પછીની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જે અંગેની જાણ પીજીવીસીએલ દ્વારા તેના ગ્રાહકોને કરી આપવામાં આવેલ છે. લોક અદાલતમાં સમાધાનથી વીજ ગ્રાહકોને  વર્ષોથી પેન્‍ડીંગ કોર્ટ કેસ માંથી મુક્‍તિ. કોર્ટ કેસને લીધે વર્ષોથી વીજ જોડાણથી વંચિત રહેલ ગ્રાહકોને લોક અદાલતમાં સમાધાન થતાં નવા વીજ જોડાણનો લાભ લઇ શકે છે. લોક અદાલતમાં સમાધાન થતા વર્ષોથી ચડતર વ્‍યાજમાંથી નિયમમુજબ વીજ જોડાણની કેટેગરી પ્રમાણે મુક્‍તિ મળે છે. મૂળ રકમ ભરપાઈ કરી ગ્રાહક આર્થિક લાભ લઇ શકે છે. લોક અદાલતમાં સમાધાન થતાં ગ્રાહક મૂળ રકમના ૨૫્રુ રકમ સમાધાન વખતે ભરપાઈ કરી બાકીના ૧૧ હપ્તા નો લાભ લઇ શકે છે.

(12:53 pm IST)