Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઇ

જમીનની ફાળવણી, પશુ નિભાવ ખર્ચ, વેટરનરી ડોક્ટરની સુવિધા સાથે એવીયરી સ્થાપવા મુદ્દે ચર્ચા કરાઈ

રાજકોટ:જિલ્લા કલેકટર કચેરી ખાતે  કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાની પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વર્ષ ૨૦૨૨-'૨૩ની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા નવા સભ્ય નોંધણી માટે રજુ થયેલ અરજી તથા પાંજરાપોળને ચુકવવાની બાકી રહેલ રકમની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સમિતિ માટે જમીનની ફાળવણી, પશુ દવાખાના અને પશુ નિભાવ ખર્ચ  અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, કતલખાનાની ઇન્સ્પેકશન માટે કામગીરી નિર્ધારિત કરવા તેમજ જંગલના પક્ષીઓને રેસ્ક્યુ કરી સાચવવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ અંતર્ગત વેટરનરી ડોક્ટરની સુવિધા સાથે એવીયરી સ્થાપવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામક કે. યુ. ખાનપરા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર હંસાબેન મોકરીયા, મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર ડો. ભાવેશ જાકાસણીયા, કારોબારી સભ્ય દિવ્યેશ લુંભાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:30 am IST)