News of Friday, 9th February 2018

પ્રજાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરતુ લોકભોગ્ય બજેટ આપ્યુ છેઃ પુષ્કર પટેલ

ભૂતપૂર્વ પદાધિકારીઓએ નાંખેલા વિકાસના પાયા ઉપર હવે ઇન્ફ્રાસ્ટ્રકચરની ઇમારતનું નિર્માણ કરવાનો પ્રયાસઃ પત્રકાર પરિષદમાં સ્ટેન્ડીંગ ચેરમેનનું ઉદ્બોધન

રાજકોટ તા. ૯ : મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ ૨૦૧૭-૧૮ના ૧૭.૬૯ અબજનાં બજેટને મંજુર કર્યા બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે,

રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી, વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ ગહન વિચાર વિમર્શ કરી, જરૂરી અને લોકભોગ્ય નિર્ણયો કર્યા છે. આગામી વર્ષ માટેની વિકાસની રૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી મને આશા છે.

દેશના તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કંડારવામાં આવેલ વિકાસની કેડી પર રાજકોટ શહેરને કદમ માંડવા માટે ગુજરાત રાજયના માન. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી હંમેશા માર્ગદર્શન મળેલ છે. વધુમાં, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી રાજકોટ મહાનગરપાલિકાને કાયમી સહયોગ મળી રહ્યો છે, જેને લીધે રાજકોટ શહેર વિકાસની નવી ક્ષ્રિતિજ સર કરી રહ્યું છે. જે બદલ રાજકોટ મહાનગરપાલિકા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની આભારી છે.

આજે જયારે રાજકોટ સ્માર્ટ સિટી બનવા આગળ ધપી રહ્યું છે ત્યારે આપણે આપણા શહેરના દીર્ઘદ્રષ્ટા મહાનુભાવોને પણ ન ભૂલીએ. ભૂતપૂર્વ મેયર સ્વ. અરવિંદભાઈ મણીઆરે મોડર્ન રાજકોટનો શિલાન્યાસ કર્યો હતો એ બાબત આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાર ઉતરોત્ત્।ર ભાજપના શાસનકાળ દરમ્યાન તમામ ભૂતપૂર્વ મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીઓ અને અન્ય તમામ પદાધિકારીશ્રીઓએ આ પાયા પર વિકાસની ઈમારતનું નિર્માણ કરવાની પ્રક્રિયાને ક્રમબદ્ઘ રીતે આગળ ધપાવી હતી એ દ્રષ્ટિએ તેઓ પણ આધુનિક રાજકોટના શિલ્પીઓ પૈકી એક ગણાય. તેઓની દૂરંદેશીને અનુરૂપ રાજકોટ શહેરને આધુનિક વિકાસથી સુસજ્જ કરી, શહેરીજનોના જીવન ધોરણમાં ગુણવત્તાયુકત પ્રગતિ લાવવા શાસક પક્ષ હરહંમેશ કટીબદ્ઘ છે.

આ તકે ચેરમેનશ્રીએ મેયર - ડે.મેયર, મ્યુનિ. કમિશ્નર, સ્ટેન્ડીંગ કમિટિના ચમામ સદસ્યો, તમામ કોર્પોરેટરો, પક્ષના હોદ્દેદારો, તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પ્રચાર માધ્યમોને સાથે સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.(૨૧.૨૧)

(4:57 pm IST)
  • પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલંઘન : ગતરાત્રે કાશ્મીરના પુંચની કૃષ્ણ ઘાટી અને મેંઢર સેક્ટરમાં કર્યું અંધાધુંધ ફાયરીંગ : 1 મહિલાનું મોત access_time 9:55 am IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ :બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 1:11 am IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર ઉપરાંત ફૂલપુર લોકસભા બેઠક પર 11મી માર્ચે મતદાન કરવામાં આવશે. ફૂલપુર બેઠક કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. આ ઉપરાંત બિહારના અરરિયા લોકસભા બેઠક અને ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 11 માર્ચના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 14 માર્ચાના રોજ કરાશે. access_time 2:37 pm IST