Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

સ્વચ્છતા સર્વેક્ષણ વખતે જ કોર્પોરેશનનાં આંગણે ગંદકી

 હાલમાં રાજકોટમાં સ્વચ્છતાનું પ્રમાણ જોવા માટે કેન્દ્રની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહયુ છે તંત્ર આ માટે મોટી મોટી જાહેરાતો કરે છે. ત્યારે 'સોનાની થાળીમાં લોઢાની મેખ' સમાન મ્યુ. કોર્પોરેશનનાં મુખ્ય દરવાજા પાસે  રાત્રે ફુટપાથ ઉભી રહેતી ખાણી-પીણી અને રેંકડીઓનો એઠવાડ અને ગંદકીથી દરરોજ સવારે સૌનું સ્વાગત થાય છે. હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ છે એટલે તંત્ર વાહકો આ ગંદકી પાણી વડે સાફ કરાવે છે. પરંતુ આમ છતાં આ ગંદકીની દુર્ગધથી લોકો ત્રાહીમામ પોકરે  છે. તસ્વીરમાં દરવાજા પાસે એંઠવાડની ગંદકી સાફ કરી છે તેનો કાદવ ત્થા કચરા ગાડી નજરે પડે છે.

(4:52 pm IST)