News of Friday, 9th February 2018

શાળાએ નહિ ગયેલા પુત્રએ ઝઘડો કરતાં માતાએ ફિનાઇલ પી લીધું

કોળી મહિલા કંચનબેન ગોહેલને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૯: કુબલીયાપરામાં રહેતાં કંચનબેન અશોકભાઇ ગોહેલ (ઉ.૪૩) નામના કોળી મહિલા સાથે તેના ૧૩ વર્ષના પુત્ર અમિતે શાળાએ જવા પ્રશ્ને ઝઘડો કરતાં માઠુ લાગી જતાં તેણીએ ફિનાઇલ પી લીધુ હતું.

કંચનબેનના પતિ અશોકભાઇનું દસેક વર્ષ પહેલા અવસાન થયું છે. તેને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પોતે લાદીના કારખાનામાં કામે જઇ ગુજરાન ચલાવે છે. તેના ભાઇ મનિષભાઇ બાજુમાં જ રહે છે. તેણે જણાવ્યું હતું કે ગઇકાલે ભાણેજ અમિત શાળાએ ન જઇ બાજુમાં લગ્ન પ્રસંગ હોઇ ત્યાં જતો રહ્યો હતો. આ બાબતે તેને માતા કંચનબેને ઠપકો આપતાં તે સામુ બોલવા માંડ્યો હતો. જે કારણે માઠુ લાગી જતાં મારા બહેન ફિનાઇલ પી ગયા હતાં.

કંચનબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

ભૂપત અને અમીને ઝેર-ફિનાઇલ પીધું

અન્ય બનાવમાં નાના મવા આંબેડકરનગર-૬માં રહેતાં ભૂપત કાળાભાઇ ચંદ્રપાલ (ઉ.૩૮)એ કાલાવડ રોડ જકાતનાકા પાસે ઝેર પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે કોઠારીયા રોડ સુખરામનગરમાં રહેતો અમીન રહીમભાઇ આરબયાણી (ઉ.૩૫)એ ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરાયો હતો. જો કે બંને રાત્રે જ રજા લઇ જતાં રહ્યા હતાં. હોસ્પિટલ ચોકી મારફત તાલુકા અને ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૫)

(12:45 pm IST)
  • ભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી access_time 4:08 pm IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર ઉપરાંત ફૂલપુર લોકસભા બેઠક પર 11મી માર્ચે મતદાન કરવામાં આવશે. ફૂલપુર બેઠક કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. આ ઉપરાંત બિહારના અરરિયા લોકસભા બેઠક અને ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 11 માર્ચના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 14 માર્ચાના રોજ કરાશે. access_time 2:37 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો :પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ :જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી,મી,દૂર કેન્દ્રબિંદુ ;નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 1:08 am IST