Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સોનીબજારમાં પ્રદિપભાઇ રાધનપુર સાથે ૧૬.૬૮ લાખની ઠગાઇ

સોની વેપારીએ અલ્પેશ બારભાયાને દાગીના બનાવવા માટે આપેલું સોનું ઓળવી જવાયું

રાજકોટ, તા. ૯ : શહેરના સોની બજારમાં ભીમજીભાઇની શેરીમાં આવેલ રાજશિલ્પ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા સોની વેપારીએ દાગીના બનાવવા માટે આપેલું સોનું અલ્પેશ ભરતભાઇ બારભાયા ઓળવી જઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી મેઇન રોડ શેરી નં. ૩ માં રહેતા પ્રદિપભાઇ વીરચંદભાઇ રાધનપુરા (ઉ.વ.પ૪) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં લક્ષ્મીવાડી મેઇન રોડ રસકુંજ જવેલર્સવાળા અલ્પેશ ભરતભાઇ બારભાયાનું નામ આપ્યું છે. પ્રદિપભાઇએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે સોની બજારમાં ભીમજીભાઇની શેરી રાજશિલ્પ કોમ્પ્લેક્ષમાં શોપ નં. ૧૧પમાં હરિકૃષ્ણ ઓર્નામેન્ટ નામની દુકાન ધરાવી સોનાના દાગીના બનાવી વેપાર કરે છે અને લક્ષ્મીવાડી મેઇન રોડ પર રસકુંજ જવેલર્સ નામની અલ્પેશ ભરતભાઇ બારભાયાની દુકાન આવેલ છે. જે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે અને આ અલ્પેશ બારભાયાને છેલ્લા એક વર્ષથી સારી નામના ધરાવતા હોઇ તેથી તેણે પોતાનો વિશ્વાસ કેળવ્યો હતો. પોતાને અલગ-અલગ દાગીના બનાવવાના હોઇ અને અલ્પેશ તા. ર૭-૮ના રોજ પોતાની દુકાને આવેલ અને સોની કામ માટેના દાગીના બતાવેલ જેથી પોતાને અલ્પેશનું કામ પસંદ આવેલ અને સોની કામ માટેનો ઓર્ડર આપેલ અલ્પેશને રૂપિયાની જરૂરીયાત હોઇ જેથી મજુરી પેટે એડવાન્સમાં રૂ. ૩પ૦૦૦ નો એચ.ડી.એફ.સી. બેંકનો ચેક આપેલ અલ્પેશે તે ચેક બેંકમાં વાટવી ૩પ૦૦૦ ઉપાડી લીધા હતા. બાદ તા. ર૯-૮ ના રોજ ૩૦૭.૬૦ ગ્રામ સોનુ તથા તા. ૩૧-૮ના રોજ ૪૦૦ ગ્રામ સોનુ પોતે દાગીના બનાવવા માટે અલ્પેશને સોનાના દાગીના બનાવવા માટે કુલ ૭૦૭.૬૦ ગ્રામ સોનું પોતાની દુકાને પોતાને પસંદ પડેલ દાગીના બનાવવા માટે નો ઓર્ડર આપ્યો હતો. અને સોનું સોની કામ કરવા આપેલ બાદ અલ્પેશને ૧પ દિવસમાં દાગીના બનાવી સોની કામ કરી આપવા જણાવેલ બાદ પંદર દિવસ બાદ પોતે અલ્પેશને સોનાના દાગીના બાબતે પુછતા તેણે કહેલ કે હું થોડા દિવસમાં આપી દઇશ હજી સોનાના દાગીના બનાવવાના બાકી છે તેમ જણાવી વિશ્વાસ આપ્યો હતો. બાદ પોતે અવારનવાર તેની પાસે સોનાના દાગીનાની ઉઘરાણી કરતા અલ્પેશ પોતાને વાયદો આપતો પરંતુ તેણે સોનું પરત કરેલ નહીં. તા. રપ-૯ ના રોજ આ ૭૦૭.૬૦૦ ગ્રામ સોના પૈકી ૪૦૦ ગ્રામ સોનાની પ્રોમસરી નોટ કરી આપેલ અને એક વર્ષનો ટાઇમ આપેલ એક વર્ષમાં આ સોનુ આપી દેવાનું રહેશે જેના સીકયુરીટી પેટે પોતાને દેના બેંકનો ચેક રૂ. ર૧ લાખનો દેના બેંકનો આપેલ જેથી પોતે ૪૦૦ ગ્રામ સોના બાબતે પોલીસમાં ફરીયાદનું ટાળ્યું અને બાકીનું ૩૦૭.૬૦૦ ગ્રામ સોનું બે-ત્રણ દિવસમાં આપી દઇશ તેવો વિશ્વાસ અને વચન અલ્પેશે પોતાને આપેલ પરંતુ આજદિન સુધી અલ્પેશે બાકી નીકળતુ સોનું પરત ન કરતા પોતે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટએ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)