Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બુધવારે આકાશવાણીના પટાંગણમાં સફાઇ અભિયાન

આકાશવાણી રાજકોટ અને નવરંગ નેચર કલબ દ્વારા : પાંદડા અને પ્લાસ્ટીક એકત્ર કરી મેદાનમાં ખાડો ખોદી દાટી દેવાશેઃ વૃક્ષોને પાણી પીવડાવાશે

રાજકોટઃ તા.૯, આકાશવાણી - રાજકોટ અને નવરંગ નેચર કલબ - રાજકોટ ના સંયુકત ઉપક્રમે સફાઇ અભિયાન આદર્યું છે. આકાશવાણી - રાજકોટ નું વિશાળ પરીસર છે, ત્યાં ખૂબ જ મોટી જગ્યા છે, આ જગ્યા માં ઘણા બધા નાના-મોટા વૃક્ષો છે, આ વૃક્ષો ના પાંદડા ખરતા હોય છે અને આ વિશાળ કમ્પાઉન્ડ માં જે પ્લાસ્ટિક પડેલ હોય તે વિણવાનું કામ કરવાનું છે. ખરેલા પાંદડા અને પ્લાસ્ટિક એકત્ર કરી આકાશવાણી ના મેદાન ના એક ખૂણા માં ખાડો કરી તેને દાટી દેવામાં આવશે, ઉપરાંત હયાત નાના વૃક્ષો ને ખામણાં કરવા અને પાણી પાવાની કામગીરી કરવાની છે. આ કામગીરી કરી શકે તેવા સેવાભાવી અને પર્યાવરણ પ્રેમી ભાઈઓ/બેહનો ને ભાગ લેવા આમંત્રણ અપાયું છે.

 સ્થળઃ આકાશવાણી - રાજકોટ, ગેલેકક્ષી સિનેમાની બાજમાં, રેશકોર્ષ પાસે - રાજકોટ તા. ૧૩ (બુધવાર) સમય સવારે ૧૦ થી ૧ સુધી.

વધુ વિગત માટે શ્રી વી. ડી. બાલા પ્રમુખ, નવરંગ નેચર કલબ - રાજકોટ  મો. ૯૪૨૭૫૬૩૮૯૮ નો સંપક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)