Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

શહેરના ૨૩,૩૮૦ ચો.મી. રસ્તા બન્યા ટનાટન : મનીષ રાડિયા

ત્રણેય ઝોનમાં ૪૭.૫૦ કરોડના ખર્ચ ડામર - પેવર રોડના એકશન પ્લાન કામો શરૂ થઇ ગયા છે : કયાં કયાં વિસ્તારમાં રસ્તા રીપેરીંગ થઇ ગયા તેની વિસ્તૃત માહિતી રજૂ કરતા બાંધકામ સમિતિ ચેરમેન

રાજકોટ તા. ૮ : ચોમાસુ હવે પૂર્ણ થયું છે ત્યારે જર્જરીત રસ્તાઓમાં ડામર - પેવર અને પેચવર્ક કામ પૂરજોશમાં શરૂ કરી દેવાયાનું અને અત્યાર સુધીમાં ૨૩,૩૮૦ ચો.મી. રસ્તાનું રીપેરીંગ કરી અને ટનાટન બનાવી દેવાયાનું મ્યુ. કોર્પોરેશનની બાંધકામ સમિતિ ચેરમેન મનીષ રાડિયાની યાદીમાં જણાવાયું છે.

મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા એક યાદીમાં જણાવે છે કે, શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓમાં ડી.આઈ. પાઈપલાઈન, ગેસ, વીજ કંપની, ટેલીફોનના અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને લીધે પડેલા ચરેડા બુરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૪૭.૫૦ કરોડના ખર્ચે શહેરના ત્રણેય ઝોનમાં વોર્ડવાઈઝ પેચવર્કના કામો શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વેસ્ટ ઝોનમાં કોટેચા ચોક, કે.કે.વી. ચોક, કાલાવડ રોડ, અર્ચના પાર્ક મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ઓમનગર સર્કલ, બાલાજી સર્કલ, ગોવિંદરત્ન બંગલો રોડ, પુનીતનગર, ૮૦ ફૂટ રોડ, રૈયાધાર રોડ, વિદ્યાકુંજ મેઈન રોડ, જલારામ રઘુકુળ હોસ્પિટલ રોડ, જલિયાણ બંગલો સોસાયટી, સાધુવાસવાણી રોડ તથા ગંગોત્રી મેઈન રોડ, ઓમનગરથી મવડી ચોક રીંગ રોડ, પુનીતનગર સર્કલ, પુનીતનગર મેઈન રોડ, પંચરત્ન પાર્ક, પંમવટી સોસાયટી, વસંત વિહાર મેઈન રોડ, તોરલ પાર્ક મેઈન રોડ, ગુંજન વાટિકા મેઈન રોડ, કાલાવડ રોડ-મોટામવા, મવડી મેઈન રોડ-બાપા સીતારામ ચોક વિગેરે વિસ્તારમાં ૬૭૪ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૭૧૮૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવ્યું.

સેન્ટ્રલ ઝોનમાં એરપોર્ટ રોડ, રેલનગર મેઈન રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, ગોંડલ ચોકડી, ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપ, જીલ્લા પંચાયત ચોક, મક્કમ ચોક, રેલનગર પેટ્રોલ પંપ રોડ, વિદ્યાનગર મેઈન રોડ, કિશાનપરા ચોક, ચિનોય રોડ, ગોકુલીયાપરા, ગુરુદ્વારા પાસે વિગેરે વિસ્તારમાં ૪૪૩ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૭૧૬૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવ્યું.

ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, પારેવડી ચોક, ભાવનગર રોડ અને પૂજિત રૂપાણીવાળો રોડ, બાપુનગર ચોક, જંગલેશ્વર સ્મશાન, ગોકુલનગર, પરસાણા મેઈન રોડ, મોરબી રોડ, બેડી ચોકડી, સંતકબીર રોડ, પ્રદ્યુમન પાર્ક રોડ, ૮૦ ફૂટ રોડ, દેવપરા, મેહુલનગર માર્ગ નં.૨, કોઠારીયા રોડ, રાધા મીરા રોડ, પેડક રોડ, લાખેશ્વર રોડ, વિવેકાનંદનગર, મહેશ્વરી સોસાયટી, ભોજલરામ મેઈન રોડ વિગેરે વિસ્તારમાં ૬૦૯ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૯૦૪૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવ્યું.

આમ વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં ૧૭૨૬ મે.ટન જથ્થાનો ઉપયોગ કરી કુલ ૨૩૩૮૦ ચો.મી.માં ડામર પેચવર્ક કામ કરવામાં આવ્યું. હોવાનું શ્રી રાડિયાએ યાદીના અંતે જણાવ્યું છે.

(3:40 pm IST)