Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

લતા સુશોભન માટે સામગ્રી રાહતદરેઃ યાત્રાના ફલોટ માટે વાહનો વિનામૂલ્‍યે

મુકુટ પર મોરપંખ નિરાલા, હમ સબ કા પ્‍યારા બાલગોપાલા : તા. ૧૩મી સુધીમાં નોંધણી કરાવી દેવા મહોત્‍સવ સમિતિની અપીલ

રાજકોટ તા. ૮ : વિશ્‍વ હિન્‍દુ પરિષદ દ્વારા  દર વર્ષે જન્‍માષ્‍ટમી શોભાયાત્રા માટે જે પણ સંસ્‍થા, મંડળોને ફલોટ બનાવી શોભાયાત્રામાં જોડાવવાનું હોય છે તેમને તદ્ર નિઃશુલ્‍ક ધોરણે નાના અથવા મોટા જરૂરીયાત મુજબના વાહનો ડ્રાઈવર સાથે અને ઈંધણ પુરાવીને પુરા પાડવામાં આવે છે. જે માટે જરૂરીયાત ધરાવતા લોકોએ રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જે તે વિસ્‍તારના મંડળો દ્વારા લત્તા સુશોભન કરવામાં આવે છે. તેમને પણ સશુભોન માટેની સામગ્રી, ઘ્‍વજા, પતાકા, ઝંડીઓ વિગેરે રાહતદરે મળી રહે તે માટે દર વર્ષે સામગ્રી પુરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. જે અનુસાર આ વર્ષે પણ નિઃશુલ્‍ક વાહનો તથા રાહતદરે સામગ્રી ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ફલોટની ઉંચાઇ જમીનની સપાટીથી મહત્તમ ૧૨ ફુટ સુધીની જ રાખવી.

વિ.હિ.પ. ના જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ વર્ષ ર૦રર ના ધર્માઘ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રબાપુ તથા વિ.હિ.પ. ના માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અઘ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી રાહુલભાઈ જાની,  સુશીલભાઈ પાંભર, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, કાર્યાલય મંત્રી નાનજીભાઈ શાખ તથા સહમંત્રી જગદીશભાઈ અગ્રાવત વિગેરે અગ્રણીઓએ રાજકોટના તમામ સંસ્‍થા, ગ્રુપ, મંડળો, સેવાભાવી સંસ્‍થાઓ કે જેઓ શોભાયાત્રામાં ફલોટ સાથે જોડાવા માંગે છે તેમને નિઃશુલ્‍ક વાહન વ્‍યવસ્‍થા માટે તથા જે તે વિસ્‍તારમાં સુશોભન માટે રાહતદરે સામગ્રીની જરૂરીયાત હોય તેઓએ મોડામાં મોડુ તા. ૧૩ ઓગષ્‍ટ સુધીમાં વિ.હિ.પ. કાર્યાલય : ૧૩-મીલપરા ખાતે વાહન માટેની નોંધણી કરાવવી ફરજીયાત છે.

(4:40 pm IST)