Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રેલનગર રેલનગર સાઇ પાર્કમાં નિવૃત જમાદારના ગળામાં ઝોંટ મારી રૂા. ૧.૪૮ લાખના ચેઇનની ચીલઝડપસાઇ પાર્કમાં નિવૃત જમાદારના ગળામાં ઝોંટ મારી રૂા. ૧.૪૮ લાખના ચેઇનની ચીલઝડપ

નિવૃત જમાદારની સાળીનો પુત્ર સાગર ઉર્ફે લાલો પકડાયોઃ નશો અને જુગારની કુટેવના કારણે ચીલઝડપ કર્યાનું રટણ

રાજકોટ તા. ૮: સાધુવાસવાણી કુંજ રોડ પર સાઇ પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત જમાદારના ઘરમાં ઘુસી ચીલઝડપકારે ગળામાં ઝોંટ મારતા નિવૃત જમાદાર જાગી જતા તેને પકડવા જતા ચીલઝડપકાર રૂા. ૧.૪૮ લાખનો સોનાનો ચેઇન ઝુંટવી નાસી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર સાઇ પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત જમાદાર શ્રી પ્રસાદ ટેકબહાદુરભાઇ રાણા (ઉ.વ.૬૩) એ પ્ર.નગર પોલીસ મથકમાં જણાવ્‍યું છે કે, રાત્રે પોતે પોતાના મકાનનો ડેલો બંધ કરી મેઇન દરવાજાના જાળીનો સેફટી ડોર સ્‍ટોપર બંધ કરી મેઇન દરવાજો ગરમીના કારણે ખુલ્લો રાત્રી પોતે પરિવાર સાથે ઘરમાં સૃૂતા હતા પોતે નીચેના હોલમાં સોફા ઉપર સુતા હતા ત્‍યારે વહેલી સવારે સેફટીડોરની સ્‍ટોપર ખોલી કોઇ અજાણ્‍યો શખ્‍સ ઘરની અંદર પ્રવેશ કરી ગળામાં ઝોંટ મારતા પોતે જાગી જઇ ‘કોણ છે?' તેવી બુમો પાડતા તે શખ્‍સે પોતાના ગળામાંથી ચેઇન ખેંચવા જતા પોતે તેને પકડવાની કોશીશ કરતા તેણે ધકકો મારતા પોતે પડી ગયા હતા અને ચેઇન તુટી જતા પોતાને ગળાના ભાગે ઇજા પણ થઇ હતી ત્‍યારે દેકારો સાંભળી પત્‍ની જાગી જતા લાઇટ ચાલુ કરતા તે શખ્‍સ ચેઇન લઇ ભાગ્‍યો ત્‍યારે પોતે તેની પાછળ દોડતા તે અંધારામાં નાશી ગયો હતો. આ બનાવની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એસ. એન. જોગરાણા સહિતના સ્‍ટાફે ગણતરીની કલાકોમાં ચીલઝડપ કરનાર રેલનગર ભકિત પાર્કનો સાગર ઉર્ફે લાલો રામસીંગ ઠકુરીને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. સાગર ઉર્ફે લાલો નશો કરવાની અને જુગાર રમવાની ટેવ ધરાવતો હોઇ તેથી સગા માસાના સોનાના ચેઇનની ચીલઝડપ કર્યાનું જાણવા મળ્‍યું છે. તે બે દિવસ પહેલા પણ રાત્રે ઘરમાં આવ્‍યો હતો ત્‍યારે અવાજ થતા નિવૃત જમાદાર જાગી જતા ‘કોણ છે' તેમ પૂછતા તેણે કહેલ કે ‘માસા હું લાલો છું આંટો મારવા આવ્‍યો છું' તેમ કહી જતો રહ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(4:15 pm IST)