Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ફરાળી પેટીસ સમજીને ખાધી તેમાં હતો મકાઇનો લોટ

ભેળસેળીયા તત્‍વો બેફામ : શ્રધ્‍ધાળુઓના ઉપવાસ તોડાવ્‍યા : સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા મંડપ નાખીને ચોકમાં જ વેચાણ થતુ હતું : ૫૫ કિલોનો નાશ

રાજકોટ તા. ૮ : આજ રોજ સોમવાર ના રોજ પવિત્ર શ્રાવણ માસમાં વધુમાં વધુ ઉપયોગમાં લેવાતા ફરાળી ખાદ્ય ચીજો અંગે મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ ગાયત્રી નગર મેઇન રોડ,ᅠજલારામ ચોક, ભક્‍તિનગર સર્કલ ખાતે મંડપ રાખીને શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ફરાળી પેટીશ નું વેચાણ કરતા વેપારીને ત્‍યાં તથા તેના ઉત્‍પાદન સ્‍થળ ગીતા નગર-૬,ᅠ‘ખોડિયાર કૃપા'ના સ્‍થળે તપાસ હાથ ધરેલ આ વખતે સ્‍થળ પર એવરસ્‍ટ્રાર મેઇઝ સ્‍ટાર્ચ પાઉડર ફોર ઇન્‍ડસ્‍ટ્રીયલ યુઝ ઓન્‍લીᅠલેબલ છાપેલ મકાઇ-સ્‍ટાર્ચનો ઉપયોગ ફરાળી પેટીશ બનાવવા માટે કરતા હોવાનું જોવા મળેલ તથા ઉપયોગમાં લેવામાં આવતુᅠસીટ્રીક એસીડ પણ ફોર કેમીકલ ઓન્‍લીᅠછાપેલ વાળું વાપરતા જોવા મળેલ. ઉત્‍પાદન સ્‍થળે પક્ષીઓ પણ ખાદ્યચીજ ની બાજુમાં રાખેલ જોવા મળેલ,ᅠતળવામાં ઉપયોગમાં રહેલ તેલનીᅠટીપીસી વેલ્‍યુ ૩૬ જોવા મળેલ કે જે ૨૫ થી વધુ ના હોવી જોઇએ. મનપાની ફૂડ શાખા દ્વારા હાઇજેનિક કંડિશન જાળવવા તથા ફૂડ લાઇસન્‍સ લેવા અંગે નોટીસ આપવાની સાથે તળવામાં ઉપયોગમાં રહેલ તેલનો નમૂનો લેવામાં આવેલ હતો. ઉપરાંત ફરાળી પેટીશ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફરાળી લોટ (લુઝ) નો પણ નમૂનો લેવામાં આવેલ. સ્‍થળ પર તૈયાર કરાયેલ મકાઇના સ્‍ટાર્ચવાળી ફરાળી પેટીશ આશરે ૫૫ᅠકિલોᅠસ્‍થળ પર જ નાશ કરવામાં આવેલ હતી.

 

(4:13 pm IST)