Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજકોટ મંડપ કોન્ટ્રાકટર એસો.ની જનરલ સભા : નવા પ્રમુખનું સન્માન

રાજકોટ : તાજેતરમાં રાજકોટ મંડપ કોન્ટ્રાકટર એસોસીએશનની જનરલ સભા પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે મળી હતી. પ્રારંભે સ્વ. વિજયભાઇ પરમારને બે મીનીટના મૌન સાથે અંજલી અર્પવામાં આવ્યા બાદ દીપપ્રાગટય વિધિ કરાઇ હતી. ચીફ ગેસ્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ તેમજ મંત્રી નૌતમભાઇ બારસીયા અને બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, કન્વીનર લીગલ સેલ ભાજપના અનીલભાઇ દેસાઇ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના રામચંદ્રસિંહ જાડેજાએ પ્રાસંગીક વકતવ્ય આપી મંડપના ધંધાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન પુરૃ પાડેલ. મંડપ એસો.ના નવા પ્રમુખ જીતુભાઇ પટેલ (મો.૯૨૨૮૩ ૦૯૮૦૦) નું આ તકે  ફુલહારથી સન્માન કરવામાં આવેલ. સભાનું સંચાલન ઉપપ્રમુખ અશોકભાઇ લુણાગરીયાએ સંભાળ્યુ હતુ. ઉપપ્રમુખ શૈલેષભાઇ દેસાઇએ આવનારા દિવસોમાં ભાવ વધારા અંગેની માહીતી રજુ કરી હતી. મંત્રી ચેતનભાઇ ગણાત્રાએ નવા એજન્ડાથી બધાને માહીતગાર કર્યા હતા.

(4:01 pm IST)