Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પૂ.પંન્‍યાસ પ્રવરશ્રી ચન્‍દ્રશેખર વિ.મ.સા.ની ૧૧મી પુણ્‍યતિથી : ગુણાનુવાદ સભા યોજાઇ

ગિરનાર તીર્થ, જૂનાગઢ ખાતે ઉર્જાપુરૂષ : જૈનાચાર્ય પૂ.હેમવલ્લસુરિજી મ. તથા પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શન વિ.મ.ની પાવન નિશ્રા

રાજકોટ,તા. ૮ : ગિરનાર તીર્થમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પુજ્‍ગ હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સદીના ઉર્જાપુરૂષ પૂ.પંન્‍યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની ૧૧મી પુણ્‍યતિથિ નિમિતે વિરાટ ગુણાનુવાદની સભાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેનુ સંચાલન ભાવનગરમાં મિલન શાહે કર્યું હતું. સર્વપ્રથમ શાસનધ્‍વજ સાથે શાસન વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. ‘ગુરુ ગુણ-સ્‍પર્શના' સ્‍વરૂપ વિવિધ શ્રમણોએ હૈયાથી સંવેદના વ્‍યકત કરી હતી. મુંબઇના સ્‍વર સમ્રાટ જેનમ્‌ શાહે સંગીતની સરગમ સાથે ગુરુવંદનાના પદો રજુ કરેલ.

સર્વપ્રથમખ પુ. ગુરુમૈયા પંન્‍યાસ ચંદ્રશેખર વિજયજી ઉપાશ્રયેથી પાલખીયાત્રા શહનાઇના સાદ થકી નીકળી હતી. ‘દેખો દેખો કૌન આયા, જિનશાસનકા શેર આયા'ના ગગનભેદી નારા સાથે ભકતો ઝૂમી ઉઠયા હતા. ગુરુગુણકીર્તન કરતા પૂ.પંન્‍યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્‍યુ હતુ કે, ગિરનારની કંદરાઓમાં તો ઘણીવાર સાવજોની ગર્જના સંભળાતી  હોય છે પણ જિનશાસનના સાવજ એવા પૂ.પંન્‍યાસ ચંદ્રશેખર મહારાજની ગર્જનાઓ દ્વારા રાષ્‍ટ્રના દ્રોહીઓ, સંસ્‍કૃતિના સંહારકો અને ધર્મના દ્રેષીઓ થરથરી ઉઠતા. બહારવટીયા કાદુ મકરાણી દ્વારા ભલભલા ધ્રુજતા તેમજ જિનશાસનની સામે પડેલા આતતાથીઓ પણ એમના અસ્‍તિત્‍વ માત્રથી ધ્રુજતા હતા.

કરૂણા અને વૈરાગ્‍યએ બંને શ્રેષ્‍ઠ ગુણોથી ગુરુમૈયા શોભતા હતા. ગરીબો પ્રત્‍યેની હમદર્દીના કારણે તેઓશ્રીની પ્રેરણાથી ‘મહાવીર ખીચડી ઘર' ઠેર ઠેર ચાલુ થયા છે. પ્‍લેગ, પુર કે કુદરતી આફતો વચ્‍ચે સર્વત્ર માનવતાની મહેંક ફેલાઇ રહી છે.

જિનશાસનના સદીના અણનમ યોધ્‍ધા તરીકે તેમનું નામ સદા અગ્રેસર રહેશે. કયાં ક્ષેત્રમાં એમનું ખેડાણ નહોતુ એ સવાલ થાય છે. એમના જીવનનું એક સુત્ર હતુ કે, તમારી સાથે કોઇ રાષ્‍ટ્ર, સંસ્‍કૃતિ અને ધર્મના રખોપા તરીકે કોઇ જોડાવા તૈયાર ન હોય તો નિરાશ થયા વિના ‘તારી જો હાક સુણી કોઇના આવે તો એકલો જાને રે'

(11:25 am IST)