Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

૧૮ થી પ૯ વર્ષના નાગરીકોની કોરોના પ્રિકોશન ડોઝ લેવામાં ઉદાસીનતાઃ માત્ર ૧૧.૬૩% રસીકરણ

સૌથી વધુ ૯૯.૩પ ટકા હેલ્થકેર વર્કરો તથા ૯૭.૮પ% ફ્રન્ટ લાઇન વર્કરો રસી લીધીઃ સીનીયર સીટીઝનોનો આંક પ૦%થી વધુ

રાજકોટ તા. ૬ :.. કેન્દ્ર સરકાર દ્વારા ૧પ જૂલાઇથી ૧૮ થી પ૯ વર્ષના લોકોને કોરોના રસીનો બુસ્ટર ડોઝ દેવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાં સુધી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર તથા સીનીયર સીટીઝનને જ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવતો હતો.

મનપા દ્વારા પણ ૧પ જુલાઇથી  ૧૮ થી પ૯ વયના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં ર૧પ૧૩ હેલ્થ કેર વર્કર, ૧૪૪૦૬ ફ્રન્ટ લાઇન વર્કરો, ,૪૮,૩૭૧ સીનીયર સીટીઝનો તથા ૮,૩પ,૮રર ૧૮ થી પ૯ વયના લોકોને બુસ્ટર ડોઝ આપવા માટે મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

જે અન્વયે તા. ૪ સુધીમાં ર૦ દિવસમાં ૯૯.૩પ ટકા ર૧૩૭૪ હેલ્થકેર વર્કરોએ રસી લીધી છે, ત્યારબાદ ૯૭.૮પ ટકા ૧૪૦૯૬ ફ્રન્ટ લાઇન વર્કરો, પર.૬૦ ટકા  ૭૮૦૪૩ સીનીયર સીટીઝનો એ બુસ્ટર ડોઝ લીધો છે. જયારે ૧૮ થી પ૯ વર્ષના નાગરીકો પ્રિકોશન ડોઝ લેવામાં સૌથી ઉદાસીન રહ્યા છે.  આ વય મર્યાદાના માત્ર ૧૧.૬૩ ટકા ૯૭ર૦૯ લોકોએ જ રસી લીધી છે.

આમ કુલ ૧૦,ર૦,૧૧ર લોકોને પ્રીકોશન ડોઝ મુકવાના હતા, જે સામે ર૦.૬૬ ટકા એટલે કે ર,૧૦,૭રર નાગરીકો જ બુસ્ટર ડોઝ લીધો છે. હજી પણ શહેરમં ૮૦ ટકા જેટલા લોકોએ પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે.

(3:44 pm IST)