Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમીન માર્ગ ચિત્રકૂટધામ સોસાયટીમાં ધાડ માટે બંગલો બતાવનાર બે શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પકડયા

 શહેરમાં ગઇ તા.૩ ના રોજ રાજકોટ શહેર એસ.ઓ.જી ના પો.સ.ઇ. ડી.બી.ખેર તથા એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાત્રે ૨/૩૦ થી ૦૨/૪૫ આસપાસ  છએક બુકાનીધારી શખ્સો ચીત્રકુટ સોસાયટી શેરી નં ૨ના ખુણે આવેલ રીધ્ધી સીધ્ધી મકાનના પ્રથમ માળની ગેલેરી તથા મકાનના વરંડાની અંદરના ભાગે શંકાસ્પદ હીલચાલ કરતા જોવામાં આવ્યા હતા. પોલીસે પડકરતા હુમલો થયો હતો અને પીએસઆઇ, એએસઆઇની હત્યાનો પ્રયાસ થયો હતો. ધાડ માટે બંગલો  બતાવનાર બે શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા છે.

 પોલીસ દ્વારા અંદર રહેલ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી પડકારેલ જેથી મકાનમાંથી ચીતા આ ઇસમો પથ્થરોના ઘા કરવા લાગેલ અને આ ઇસમો ઘરમાંથી બહારની તરફ ભાગવા લાગેલ તે વખતે પો.સ.ઇ. ડી.બી.ખેર દ્વારા આ ઇસમોને પકડવા જતા આ ઇસમો પો.સ.ઇ. ડી.બી.ખેર સાથે ઝપાઝપી કરવા લાગેલ, જે પૈકી એક ઇસમને ને પો.સ.ઇ. ડી.બી.ખેર દ્વારા મજબુતીથી પકડતા તેને છોડાવવા માટે તે પૈકીના એક સાગરીતે પો.સ.ઇ. ડી.બી.ખેર ઉપર ગણેસીયા જેવા હથીયાર વડે હુમલો કરેલ તથા અન્ય એક સાગરીતે ગળુ દબાવી મારી નાખવાનો પ્રયાસ કરેલ હતો આ દરમ્યાન એક ઇસમે તેની પાસેની બંધુક કાઢી પો.સ.ઇ. ડી.બી.ખેર સમક્ષ તાંકી તેઓના સાગરીતને છોડી દે નહી તો મારી નાખીશ તેવી ધમકી આપેલ આ દરમ્યાન અન્ય ત્રણ ઇસમો દ્રારા અન્ય પોલીસ તરફ પથ્થરમારો ચાલુ રાખેલ હતો. જેથી એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. રવિભાઇ વાંક દ્રારા પોતાની સર્વિસ પીસ્ટલમાંથી પો.સ.ઇ. ડી.બી.ખેર ને મારવાનો પ્રયત્ન કરનારા ઇસમોની દિશામાં બે રાઉન્ડ ફાયર કરેલ આ ફાયરીંગથી બે ઇસમો ઇજાગ્રસ્ત થયેલ. જેથી આ બન્ને ઇસમો તથા અન્ય એક ઇસમને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવેલ. આ દરમ્યાન અન્ય ત્રણ ઇસમો ત્યાંથી ભાગેલ જેથી અન્ય પોલીસ સ્ટાફના માણસો પાછળ દોડતા આ ત્રણ ઇસમો પૈકી એક ઇસમ પકડાયેલ ગયેલ અને બે ઇસમો ભાગી ગયેલ હોઇ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રવિભાઇ વાંક દ્વારા આ બનાવ બાબતે ફરીયાદ જાહેર કરતા રાજકોટ શહેર માલમાલવીયાનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૫૨૨ ૦૯૧૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૦૭, ૪૫૦, ૩૯૮, ૩૩૨, ૩૩૭, ૩૨૪, ૩૨૩, ૧૨૦-(બી), ૪૨૭, ૫૦૬(૨) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(૧-બી) ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૧૨૨ ૧૨૫૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૯૪,૩૯૨,૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૨૦-બી તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાયો હતો.

બનાવ સ્થળ ઉપર પકડાયેલ આરોપીઃ (૧) દિનેશ વિછીયાભાઇ ગોડીયા રહે.અગાવાડા ગામ તા.જી. દાહોદ (૨) સકરા મેઘાભાઇ ગુડીયા રહે.અગાવાડા ગામ તા.જી. દાહોદ (૩) કલા દીતાભાઇ ગુડીયા રહે.અગાવાડા ગામ તા.જી. દાહોદ (૪) કાળુ કરણસીંગ હઠીલા રહે.કુચલપુરા ગામ તા.રાણાપુર જી.જાબુઆ (મધ્યપ્રદેશ)

બનાવ સ્થળ ઉપરથી નાશી ગયેલ આરોપી (૧) દિલીપ વિછીયાભાઇ હઠીલા રહે.જાંબુઆ (૨) હીમસંગ રહે.ખરચ તા.જી.દાહોદ

બનાવ સમયે પોલીસ સાથે થયેલ ઘર્ષણ દરમ્યાન ઇજા પામનાર આરોપીઃ (૧) સકરા મેઘાભાઇ ગુડીયા રહે.અગાવાડા ગામ તા.જી. દાહોદ (૨) કલા દીતાભાઇ ગુડીયા રહે.અગાવાડા ગામ તા.જી. દાહોદ

ઉપરોકત બનેલ બનાવ અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ડી.વી.બસીયા દ્વારા આ ગુન્હામાં નાશી ગયેલ આરોપીઓ તથા અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ હોય તો તેઓને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી ગુન્હામાં નાશી ગયેલ આરોપીઓ તથા અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કેમ? તે બાબતે તપાસ તજવીજ કરવામાં આવેલ.

જે અન્વયે પો.સબ.ઇન્સ. એન,ડી,ડામોર તથા ટીમ સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સદરહુ બનાવમાં ધાડ પાડવાનો પ્લાન બનાવી મકાન બતાવનાર કરણસિંગ ડામોર કે જે હાલ વીરડાવાજડી ગામમાં ઝુપડામાં રહે છે અને ધાડ પાડવા માટે ગેંગને બોલાવનાર કમલેશ ખરાડી કે જે હાલ મેટોડા ગામ સરકારી શાળાની બાજુમાં ઝુપડામાં રહે છે અને તેઓએ આ ગુન્હાને અંજામ આપવામાં ભાગ ભજવેલ છે. જેથી મજકુર બન્નેની તપાસ કરતા કરણસિંગ ડામોર તથા કમલેશ ખરાડી મળી આવેલ. અને તેઓની પુછપરછ કરતા સદરહુ બનાવમાં બન્ને સંડોવાયેલ હોવાની હકીકત જણાય આવેલ.

જેથી આ બનાવમાં ધાડ પાડવાનો પ્લાન બનાવી મકાન બતાવનાર કરણસિંગ ડામોર તથા ધાડ પાડવા માટે ગેંગને બોલાવનાર કમલેશ ખરાડી એ આ ગુન્હાને અંજામ આપવામાં ભાગ ભજવેલ હોય આગળની કાર્યવાહી અર્થે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

ધાડ પાડવાનો પ્લાન બનાવી મકાન બતાવનાર તથા ધાડ પાડવા માટે ગેંગને બોલાવનાર આરોપી (૧) કરણસિંગ જુવાનસિંગ ડામોર જાતે.આદીવાસી ઉ.વ.૨૪ ધંધો.કડીયાકામની મજુરી રહે.હાલ વીરડાવાજડી ગામ ઝુપડામાં તા.જી. રાજકોટ મુળ વતન ગામ માતાસુલા બારીયા તા. જી. જાંબુઆ (મધ્યપ્રદેશ) (૨) કમલેશ ગુલાબસિંહ ખરાડી જાતે. આદીવાસી ઉ.વ. ૩૪ ધંધો. કડીયાકામ રહે. હાલ મેટોડા ગામ સરકારી શાળાની બાજુમાં ઝૂપડામાં તા.જી. રાજકોટ મુળ વતન ગામ સકતલા તા. કાલીદેય જી. જાંબુઆ થાના મછલીયા (મધ્યપ્રદેશ) ધાડ પાડવા માટે ગેંગ લઇને આવેલ આરોપી

(૧) દિનેશ વીછીયાભાઇ હઠીલા રહે.કુચલપુરા ગામ તા.રાણાપુર જી.જાબુઆ (મધ્યપ્રદેશ) ધાડ પાડવા માટે હાલના આરોપીઓ દ્વારા બનાવેલ પ્લાન:

આ કામના આરોપી કરણસિંગ ડામોર કડીયા કામ કરતો હોય અને કમલેશ ખરાડી મેટોડામાં કડીયાકામ કરતો હોય જેથી બન્ને એક વાર સાથે કડીયાકામ કરવા ગયેલ હતા અને એકબીજાને ઓળખાણ થયેલ. અને આજથી દશેક દિવસ પહેલા કરણસિંહ ડામોર તથા કમલેશ ખરાડી ને મળેલ અને વાત કરેલ કે રાજકોટમાં કોઇ મોટા મકાનમાં ચોરી કરીએ તો સારા પૈસા મળશે અને તને પણ પૈસા આપીશ તેમ વાત કરેલ અને કમલેશ ખરાડી ને આ કામ કરવા માટે કોઇ ગેંગની વ્યવસ્થા કરવાનુ કહેલ જેથી કમલેશ ખરાડીએ તેના સસરાના ગામ કુચલપુરા જી.જાબુઆ (એમ.પી.) ખાતે રહેતો દિનેશ વીછીયાભાઇ હઠીલા આવા કામ કરે છે તેમ જણાવેલ અને કમલેશ ખરાડીએ કરણસિંગ ડામોરનો કોન્ટેકટ દિનેશ વીછીયાભાઇ હઠીલા સાથે કરાવેલ હતો. જેથી કરણસીંગ ડામોરએ દિનેશ વીછીયાભાઇ હઠીલાનો કોન્ટેકટ કરેલ અને ચોરી કરવા માટે ગેંગ લઇ આવવા જણાવેલ જેથી દિનેશ વીછીયાભાઇ હઠીલાએ તેના ગામના કાળુ કરણસિંહ હઠીલા તથા દિલીપ વીછીયાભાઇ હઠીલાને મોકલેલ અને આ બન્ને તા.૦૧/૦૮/૨૦૨૨ ના રોજ વહેલી સવારના રાજકોટ પહેલા જગ્યા જોવા માટે આવેલ અને કરણસિંગ ડામોરએ આ બન્નેને બનાવ બનેલ તે મકાન બતાવેલ અને ત્યારે કાળુ કરણસિંહ હઠીલાએ કરણસિંગ ડામોરને કહેલ કે દિનેશ વીછીયાભાઇ હઠીલા બીજા ચારેક માણસોને લઇને આવશે અને તા.૦૨/૦૮/૨૦૨૨ ના રોજ મોડી રાત્રીના કામ પુરૂ કરી નાખશે, અને ત્યારે કરણસિંગ ડામોર એ એવુ નકકી કરેલ કે કામ પુરૂ કર્યા બાદ તુરતજ ગોંડલ ચોકડી ખાતે ભેગા થઇ ભાગ બટાઇ કરી જુદા પડીશુ. ત્યારબાદ તમામ જુદા પડી ગયેલ હતા. અને ત્યારબાદ કરણસિંગ ડામોર તથા કમલેશ ખરાડી તથા દિનેશ વીછીયાભાઇ હઠીલા એકીબજાના સતત કોન્ટેકટમાં રહેલ હતા.

બનાવની રાત્રીએ હાલના આરોપીઓની હાજરીઃ

બનાવ બનેલ તે રાત્રીના કરણસિંહ ડામોર તથા કમલેશ ખરાડી બન્ને જણા ગોંડલ ચોકડી ખાતે ગેંગની રાહ જોઇને ઉભા રહેલ હતા. બાદ તેઓને કોઇ પણ રીતે બનાવની જાણ થયેલ કે કાળુ કરણસિંહ હઠીલા તથા બીજા માણસો જે મકાનમાં ચોરી કરવા ગયેલ હતા ત્યારે પોલીસ આવી જતા તેઓ પકડાય ગયેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળા પો.સબ.ઇન્સ. એન.ડી.ડામોર પો.હેડ.કોન્સ. પ્રદીપસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, જયદેવસિંહ પરમાર, ધર્મેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ. રણજીતસિંહ જાડેજા, નિર્દેશાઇ બારૈયાએ કરી હતી.

(8:22 pm IST)