Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલા દિને બહેનોની વ્યથાઃ આશાવર્કરો હજુ પગાર પ્રશ્ને લડે છેઃ કલેકટરને વધુ એક રજુઆત

રાજકોટઃ આજે મહિલા દિન છે ઠેર ઠેર નારી સન્માન, સ્ત્રીશકિત કરણના ભાષણો અને મહીલા સન્માનના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે જાહેર આરોગ્ય અને પ્રજાની તંદુરસ્તી માટે જીવદાવ પર લગાવીને કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતી આશાવર્કર બહેનો હજુ પણ તેઓના પગાર વધારો સમાન કામગીરી અને નિયમીત પગાર જેવા પ્રશ્નો માટે લડી રહી છે. આજે મહિલા દિને આશાવર્કર બહેનોએ આ તમામ પ્રશ્ને વધુ એક વખત કલેકટરને આવેદન પત્ર પાઠવી અને સરકારને યાદ અપાવ્યું હતું કે આશાવર્કર બહેનોના આ પ્રશ્નને ઉકેલવામાં આવે તેજ સાચુ મહીલા સન્માન કહેવાશે.

(4:14 pm IST)