Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પટેલ કારખાનેદારને વ્યાજ માટે ઉઘરાણી કરી ધમકી આપનાર કાના મૈયડની ધરપકડ

ભીખાભાઇ હાપલીયાએ વ્યાજ સહિત ૧.૧ર કરોડ ચૂકવ્યા છતાં આહીર શખ્સ વધુ પૈસાની માંગણી કરતો'તો

રાજકોટ તા. ૮ :.. રામેશ્વર પાર્કમાં રહેતા પટેલ કારખાનેદારે વ્યાજે લીધેલા રૂ. પપ લાખના વ્યાજ સહિત રૂ. ૧.૧ર કરોડ ચુકવ્યા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપનાર આહીર શખ્સની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ માયાણી ચોક રામેશ્વર પાર્ક શેરી નં. ર માં બ્લોક નં. ૯૭ માં રહેતા અને મણીનગર પાસે 'સંજય પ્લાસ્ટીક' નામનું કારખાનું ધરાવતા ભીખાભાઇ જાગાભાઇ હાપલીયા (ઉ.૪૭) એ બે વર્ષ પહેલા નવલનગર શેરી નં. ૩/૧૯ માં રહેતા કાના ભુરાભાઇ મૈયડ પાસેથી રૂ. પપ લાખ વ્યાજે લીધા હતાં. તે રકમ તેણે વ્યાજ સહિત રૂ. ૧,૧ર,૯પ,૦૦૦ ચુકવી દીધા છતાં કાનો મૈયડ વધુ પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતા ભીખાભાઇ હાપલીયાએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આહીર શખ્સ વિરૂધ્ધ મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ અદરી હતી.

 દરમ્યાન માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ. ડી. વી. દવેની સુચના થી પીએસઆઇ આર. એ. જાડેજા, પરેશભાઇ, જાવીદભાઇ, અરૂણભાઇ બાંભણીયા અને ઇન્દુભા સહિતે નવલનગર-૩ માં રહેતો કાનો ભુરાભાઇ મૈયડ (ઉ.પ૬) ની ધરપકડ કરી હતી. (પ-ર૧)

(4:56 pm IST)