Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વોર્ડ નં. ૧૬ માં કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ડામર કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૧૬ માં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રોડ રસ્તાના કામો માટેનો એકશન પ્લાન મંજુર કરાવાતા વિવિધ વિસ્તારોમાં ડામર કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. ખાત મુહુર્ત પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, કોર્પોરેટર વલ્લભભાઇ પરસાણા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, વોર્ડ પ્રમુખ નારણભાઇ હિરપરા, સ્થાનીક આગેવાનો સુરેહભાઇ ગરૈયા, બીપીનભાઇ દવે, શહેર ઓબીસી પ્રમુખ રાજેશભાઇ આમરણીયા, મહિલા પ્રદેશ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, લાલભાઇ હુંબલ, મનોજભાઇ ગઢવી, યુનુસભાઇ સપ્પા, દેવાંગભાઇ નિમાવત, ઉમંગભાઇ ચાવડા, રવિભાઇ ડાભી, કિશોરભાઇ મંગલ, અમીનભાઇ સીપાઇ, રોજીનાબેન ભગવાનજીભાઇ સોજીત્રા, વનરાજભાઇ હુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)