Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લોહાણા મહાપરીષદના પ્રમુખપદ સંદર્ભે

સમાજના હિતમાં રસ્તો નિકળે તે સમયની માંગ છેઃ જીતુભાઇ લાલ

તમામને સાથે રાખીને ચાલી શકે તેવા પ્રમુખ ઇચ્છનીય : ઇશ્વર બધાને સદબુધ્ધિ આપે

રાજકોટ, તા., ૭: લોહાણા મહાપરીષદના પ્રમુખપદ માટેના ચાલતા વિવાદ સંદર્ભે જામનગર-હાલાર વિસ્તારના જ્ઞાતિશ્રેષ્ઠી અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જીતુભાઇ લાલે આજે અકિલાને જણાવ્યું હતું કે જ્ઞાતિની વૈશ્વિક માતૃસંસ્થામાં સતત વાદ-વિવાદ તથા કહેવાતા બે જુથના ફાડીયાથી સમગ્ર સમાજની શાખને ગંભીર ફટકો પડી રહયો છે. વિશ્વમાં લાખોની વસ્તી ધરાવતા લોહાણા જ્ઞાતિજનો તથા સમાજના હિતમાં કોઇ વ્યવહારીક રસ્તો નિકળે તે આજના સમયની માંગ છે.

લોહાણા મહાપરીષદના નવા પ્રમુખ તમામને સાથે રાખીને ચાલે, જ્ઞાતિહિત તથા જ્ઞાતિ ઉત્કર્ષના સતત કાર્યો કરી શકે તે ઇચ્છનીય છે. હાલમાં લોહાણા સમાજમાં કહેવાતા બે ગૃપ પડી ગયા છે ત્યારે ઇશ્વર બધાને સદબુધ્ધિ આપે અને ઘીના ઠામમાં ઘી પડી જાય તે સમગ્ર વિશ્વના લોહાણા સમાજ માટે ગૌરવરૂપ ઘટના હશે તેવુ જીતુભાઇ લાલ જણાવી રહયા છે. પોતે પણ વર્ષોથી જાહેર જીવનમાં પડેલા છે અને જ્ઞાતિહિતના કાર્યો સાથે સંકળાયેલા છે. માટે જ્ઞાતિએકતા તથા સમાજ એકતાના કોઇ પણ કાર્યમાં હકારાત્મક સહયોગ આપવાની જીતુભાઇ લાલે ખાતરી આપી હતી.

(3:30 pm IST)