Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ડો. ડઢાણીયાની સ્મૃતિમાં રકતદાન કેમ્પ

યુનિવર્સિટી રોડ પર તબીબી પ્રેકટીસના કારણે અપાર લોકચાહના મેળવી જનાર ડો. બી. ટી. ડઢાણીયાની સ્મૃતિમાં તાજતેરમાં રકતદાન કેમપનું આયોજન કરાયુ હતુ. પટેલ સર્વીસ કલાસ સોશ્યલ ફોરમ અને ઉમા મંડપવાળા મનસુખભાઇ કાલરીયા, અમિત મંડપવાળા ભગવાનજીભાઇ ભાલોડીયા, વિનયભાઇ ડઢાણીયા દ્વારા આયોજીત આ કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેન્કની ટીમે સેવા આપી હતી. ૨૫ બોટલ રકત એકત્ર થયેલ. સમગ્ર રકતદાન કેમ્પને સફળ બનાવવા નિરજભાઇ ઉકાણી, ઇશ્વરભાઇ કાલરીયા તેમજ અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:29 pm IST)