Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કેવડાવાડી વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત :

રાજકોટ :શહેરના વોર્ડ નં.૧૪માં તાજેતરમાં ડામર રીકાર્પેટ કામ ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વોર્ડ નં.૧૪માં કેવડાવાડી મેઈન રોડ પર ગરબી ચોક પાસે આવેલ લુહારની વાડીવાળી શેરી તથા આજુબાજુની શેરીમાં  ડામર રી-કાર્પેટ કરવી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ કામનું ખાતમુહૂર્ત શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે વોર્ડ નં.૧૪ ભાજપના પ્રભારી નિલેશભાઈ જલુ, શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, વોર્ડ નં.૧૪ ભાજપના પ્રમુખ અનીષભાઈ જોષી, વોર્ડ નં.૧૪ ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, સીનીયર એડવોકેટ તુલસીદાસ ગોંડલીયા, પ્રવિણભાઈ સુતરીયા, મહેશભાઈ પરમાર, સમીરભાઈ પરમાર, રાજુભાઈ ટાંક, ગીરીશભાઈ પોપટ, કેયુરભાઈ મશરૂ, નરેન્દ્રભાઈ મકવાણા, નિલેશભાઈ રાઠોડ, મુન્નાભાઈ ચાવડા, હિતેશભાઈ ચાવડા, કરણભાઈ સોરઠીયા, શૈલેષભાઈ હાપલીયા, અરવિંદભાઈ તલસાણીયા તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:29 pm IST)