Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોંગ્રેસી કાર્યકર વિરલ ભટ્ટના રીમાન્ડ નામંજુર- જામીન મુકત

ભારે ચર્ચા જગાવનાર બોગસ આધારકાર્ડ પ્રકરણમાં

રાજકોટ : વિદેશી નાગરિકોને ભારત સરકાર શ્રી ના નવા આધાર કાર્ડ બનાવવા માટે ફોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી આધાર પુરાવો ન હોવા છતા આધારકાર્ડ કઢાવી આપવા માટેનો ગુન્હો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલાં નોંધાયેલ જેમાં આરોપી તરીકે પ્રકાશ મારવીયા તથા સાગર રાણપરાની   અટકાયત કરેલ.

પોલીસ તપાસ દરમ્યાન આધાર કાર્ડ મેળવવા માટે કોર્પોરેટરના સહી-સિક્કા વાળો સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ પણ કોંગ્રેસ કાર્યકરો તથા કાર્યાલય મંત્રી વિરલભાઇ ભટ્ટના   ઓએ કોર્પોરેટર શ્રી ની ખોટી તથા બનાવટી સહી કરી આપેલ હોવાનું જણાતા પીએસઆઇ ક્રિશ્ચનએ આરોપીની ધરપકડ કરી નામદાર અદાલતમાં દિવસ-૨ની રિમાન્ડની માગણી સાથે રજુ કરેલ જેમાં આરોપીએ આવા કેટલા સર્ટી ઇસ્યુ કરેલ છે તેમજ કેટલાક ફોર્મમાં સહિ કરેલ છે  વિગેરેની  તપાસ માટે રિમાન્ડ માંગેલ જેની સામે આરોપીના એડવોકેટ કમલેશ એમ શાહ એ રજૂઆત કરેલ કે આરોપી પાસેથી કોઈ મુદ્દામાલ કબજે કરવાનું બાકી રહેતું નથી પોલીસ તપાસમાં પૂરતો સાથ સહકાર આપેલ છે જેમાં અદાલતે બંને પક્ષકારોને સાંભળી આરોપીને રિમાન્ડ અરજી નામંજૂર કરી આરોપીને રૂપિયા ૧૫ હજારના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી કોંગ્રેસી કાર્યકર તથા કાર્યાલય મંત્રી વિરલભાઈ ભટ્ટના એડવોકેટ તરીકે કમલેશ એન શાહ,   જીજ્ઞેશ  એન. શાહ, ધવલ પંડ્યા, જીગર સંઘવી, નરેન્દ્રસિંહ જાડેજા તથા પરેશભાઈ કુકાવા રોકાયેલ હતા.

(3:29 pm IST)